નવી દિલ્હી : ભારતના બેટ્સમેન રોહિત શર્માએ રવિવારે રાત્રે લોકોને આગ્રહ કર્યો છે કે, કોરોના વાઇરસ સામે લડવા માટે તે ઘર પર જ રહે કારણ કે વર્લ્ડ કપ માટે હજુ કેટલોક સમય બચ્યો છે.
રોહિત શર્માએ ટ્વીટ કરતા લખ્યુ કે, 'લોકો પોતાના ઘરમાં રહે, રસ્તાઓ પર ખુશી માટે ન નીકળે. વર્લ્ડ કપ માટે હજુ કેટલોક સમય બાકી છે.
તમને જણાવી દઇએ કે, ICC વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રિલિયામાં યોજાશે.
કોરોના વાઇરસની મહામારી દેશમાં ફેલાઇ છે. ICCએ 17 માર્ચના રોજ કહ્યું કે, આગામી T-20 વર્લ્ડ કપ 2020ને તેના સમય પત્રક મુજબ આગળ વધારાશે.
ICCએ આગળ જણાવતા કહ્યું કે, 'ICC T20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020ના રોજ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. અમે આ કાર્યક્રમને આગળ વધારવાની યોજના બનાવી રહ્યા છે.