નવી દિલ્હી: વર્ષ 2016માં પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતનાર સનરાઇઝર્સ પાસે ભારતના ભુવનેશ્વર કુમાર જેવા ઝડપી બોલર અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન જેવા સ્પિનર છે. આ અંગે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરનું માનવું છે કે, IPLની મેચમાં 'ડેથ ઓવર'માં અમારી ટીમની બોલિંગ સૌથી શ્રેષ્ઠ છે.
વોર્નરે સનરાઇઝર્સની ટીમના સાથી જોની બેરસ્ટોને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશનમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સારી ટીમ છે. શ્રેષ્ઠ વાત એ છે કે, બોલિંગમાં ઘણી ડેથ હોય છે. આ આપણા બંનેની મજબૂત બાજુ છે. અમારી પાસે સારો સ્વિંગ બોલર છે અને ડેથ ઓવર માટે શ્રેષ્ઠ બોલિંગ કોમ્બિનેશન પણ છે.
વોર્નરે કહ્યું કે, અમારી બંનેની મજબૂત બાજુ છે. અમે શરૂઆતથી જ વધુ રન કરી દબાણમાં રમીએ છીએ. વર્ષ 2016માં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીતવું એ મારી યાદગાર ક્ષણ છે. મહત્વનું છે કે, ડેવિડ વોર્નરની કપ્તાની હેઠળ હૈદરાબાદએ 2016ની ફાઈનલમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને હરાવીને પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.
હૈદરાબાદની ટીમના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ થયો છે. જેમાં વોર્નરે કહ્યું કે, આઈપીએલમાં મારી સૌથી યાદગાર ક્ષણ એ છે કે જ્યારે 2016માં અમે ખિતાબ જીત્યો હતો. અમે ઘણી નજીકની મેચ જીતી હતી. ટીમમાં આત્મવિશ્વાસની ભાવના વધારવામાં મદદ મળી છે. તમામ શ્રેય આપણા કોચ અને ટીમ મેનેજમેન્ટને જાય છે.