ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્પૉટ ફિક્સિંગમાં સામેલ લોકોને ફાંસી આપવી જોઇએઃ જાવેદ મિયાંદાદ - Etv Bharat

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સ્પૉટ ફિક્સિંગમાં સામેલ લોકોને માફ કરીને યોગ્ય કામ કર્યું નથી.

Etv Bharat, Gujarati News, Cricket News, Sports Fixer, Pakistan Cricket Board
Spot-fixers should be hanged as it is similar to killing someone

By

Published : Apr 4, 2020, 2:37 PM IST

લાહોરઃ મહાન પાકિસ્તાની ક્રિકેટ જાવેદ મિયાંદાદે કહ્યું કે, સ્પૉટ ફિક્સિંગ એક વ્યક્તિની 'હત્યા કરવા સમાન' છે અને એ માટે ક્રિકેટમાં ભ્રષ્ટાચારના દોષીતોને ફાંસી આપવી જોઇએ.

ફાંસી આપવી જોઇએ

મિયાંદાદે પોતાની યૂટ્યુબ ચેનલ પર વાત કરતાં કહ્યું કે, 'ખેલાડીઓના સ્પૉટ ફિક્સિંગમાં સામેલ થવા પર કડડ સજા આપવી જોઇએ.'

તેમણે વધુમાં કહ્યું કે, 'સ્પૉટ ફિક્સરોને ફાંસી આપવી જોઇએ. કારણ કે, કોઇને માર્યા સમાન છે અને એ માટે જ સજા પણ એવી જ હોવી જોઇએ. એક ઉદાહરણ સેટ કરવા માટે આ કરવું જરૂરી છે.'

Spot-fixers should be hanged as it is similar to killing someone

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

મિયાંદાદ અનુસાર, સ્પૉટ ફિક્સિંગે જેવી વસ્તુઓ ઇસ્લામની શિક્ષાઓ વિરુદ્ધ જાય છે અને તે અનુસાર જ વ્યવહાર કરવો જોઇએ. 62 વર્ષીય ક્રિકેટરે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સ્પૉટ ફિક્સિંગમાં સામેલ લોકોને માફ કરીને યોગ્ય કરી રહ્યું નથી.

'PCBએ તેમને માફ કરીને યોગ્ય કામ કર્યું નથી, જે લોકો આ ખેલાડીઓને પરત લાવી રહ્યા છે, તેમને પોતાના પર શરમ આવવી જોઇએ.'

Spot-fixers should be hanged as it is similar to killing someone

પોતાના પ્રદર્શન અને મહેનતના માધ્યમથી પૈસા કમાવવાની સલાહ આપી

'મને લાગે છે કે, દોષીતો પોતાના જ પરિવાર અને માતા-પિતા પ્રતિ ઇમાનદાર નથી. તે આધ્યાત્મિક રુપે સ્પષ્ટ નથી. આ ગતિવિધિઓ માનવીય આધાર પર યોગ્ય નથી. ખેલાડીઓએ આ ભ્રષ્ટ પ્રથામાં સામે થવું, પૈસા કમાવા અને ફરીથી ટીમમાં પરત આવવા માટે પોતાનો પ્રભાવ અને કનેક્શનનો ઉપયોગ કરવું ખૂબ જ સરળ છે. તેમણે કહ્યું કે, પોતાના પ્રદર્શન અને મહેનતથી પૈસા કમાવવાની સલાહ આપી હતી.'

ABOUT THE AUTHOR

...view details