ગુજરાત

gujarat

ETV Bharat / sports

પ્રિય ક્રિકેટર વિરાટની ખુરશી પર રાહ જોતી વિશેષ ફેન, કોહલીએ મુલાકાત બાદ ઓટોગ્રાફ આપ્યો - cricketer virat kohli today news

ઈન્દોર: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સીરિઝ જીત્યા બાદ હેરાન રહી ગયા, જ્યારે તેમણે પોતાની એક ખાસ ફેનને તેની રાહમાં ખુરશી પર બેઠેલી જોઈ. પૂજા શર્મા નામની આ વિશેષ ફેનને મળીને વિરાટે તેમને ન ફ્કત ઓટોગ્રાફ જ આપ્યો, પરંતુ તેની સાથે મુલાકાત પણ કરી. ઈન્દોરની આ ફેનને એક વિશેષ પ્રકારની બિમારી છે. જેને ફક્ત સ્પર્શ કરતા જ તેમના હાડકાઓ તૂટી જાય છે.

cricketer virat kohli

By

Published : Nov 17, 2019, 10:44 AM IST

ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શનિવારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ હોલકર સ્ટેડિયમથી હોટલ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમણે શારીરિક રુપે દિવ્યાંગ પૂજા શર્માને દરવાજા પાસે ખુરશીમાં બેઠેલી જોઈ. જે ઘણા લાંબા સમયથી તેની રાહ જોઈ રહી હતી. વિરાટ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે તેણે પૂજા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વિરાટે ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

જાણો કોણ છે પૂજા શર્મા
24 વર્ષીય પૂજા શર્માં એક ગંભીર બિમારીથી પીડાઈ રહી છે. જેમાં ફક્ત સ્પર્શ કરતા જ તેમના હાડકાઓ તૂટી જાય છે. તૂટી ગયેલા હાંડકાઓ એક-બે દિવસમાં ફરી જોડાઈ પણ જાય છે. સ્કૂલમાં જ્યારે મેડમ પૂજાને હાથ પકડીને ઉભા કરતા હતા, ત્યારે તેમના હાડકાં તૂટી જતા હતા. પૂજાએ 12 સુધી અભ્યાસ અને ત્યાર બાદ કમ્પ્યૂટર કોર્સ કર્યો છે, પરંતુ તેમની શારીરિક તકલીફ વધવાને કારણે તેને હવે ફક્ત ઘરમાં જ બેસીને સમય વ્યતિત કરવો પડે છે. પૂજાને 2 ભાઈઓ છે. મોટો ભાઈ ડોકટર છે, જ્યારે નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે. શનિવારે વિરાટને મળ્યા બાદ પૂજાની લાંબા સમયથી ઈચ્છા પૂર્ણ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details