ગુજરાત

gujarat

ETV Bharat / sports

સાઉથેમ્પટન ટેસ્ટ : વિન્ડીઝ કેપ્ટન હોલ્ડરે મેચ જીતાડનારા બે ખેલાડીના કર્યા વખાણ - વિન્ડીઝ કેપ્ટન

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે શેનન ગેબ્રિયલ અને જમેર્ને બ્લેકવુડના વખાણ કર્યા છે. હોલ્ડરે કહ્યું કે, ગેબ્રિયલે જે કર્યુ તે હેરાન કરનારી વાત નથી. તેનું દિલ મોટુ છે અને તેણે ઘણુ સહન કર્યુ છે.'

સાઉથેમ્પટન ટેસ્ટ : વિન્ડીઝ કેપ્ટને જીતમાં હીરો રહેલા પ્લેયરના કર્યા વખાણ
સાઉથેમ્પટન ટેસ્ટ : વિન્ડીઝ કેપ્ટને જીતમાં હીરો રહેલા પ્લેયરના કર્યા વખાણ

By

Published : Jul 14, 2020, 12:16 PM IST

સાઉથેમ્પટન: વિન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે શેનન ગેબ્રિયલના વખાણ કર્યા હતા અને કહ્યું કે, આ ફાસ્ટ બોલરે પહેલી મેચમાં જે રીતે પ્રદર્શન કર્યુ છે, આ હેરાન કરનારી વાત નથી.

શેનન ગેબ્રિયલ

ટીમમાં પ્રથમ રિઝર્વ ખેલાડી તરીકે સામેલ થયેલા શેનને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 137 રન સાથે 9 વિકેટ હાંસિલ કરી હતી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ કહ્યું કે, 'શેનને જે કર્યું તે હેરાન કરનારી વાત નથી. તેનું દિલ મોટુ છે. તેણે ઘણુ એવું સહન પણ કર્યું છે.'

વધુમાં જણાવતા કેપ્ટને કહ્યું કે, હું સફળતા ઇચ્છતો હતો. તેનું બોડી એ રીતે કામ નથી કરતુ, જે રીતે તે ઇચ્છતો હોય છે, પરંતુ તેણે ફિટ થઇને ટીમમાં સામેલ થતા જોઇ અને વિન્ડીઝ ટીમની જીતમાં મહત્વની ભૂમિકા અદા કરતા જોવાનું હંમેશા માટે સારૂ લાગે છે.

વધુમાં જણાવતા કહ્યું કે, જે રીતે મેચમાં સફળતા મળી છે. હા એ તેનો હકદાર છે. હું શેનન માટે ખુબ જ ખુશ છું. મને ખબર છે કે, તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. આ ઉપરાંત કેપ્ટને ટીમની જીતમાં હીરો તરીકે ઉભરનારા બ્લેકવુડના પણ વખાણ કર્યા હતાં. જેને શરૂઆતમાં વિકેટ પડ્યા બાદ એક બાજુની પિચ સંભાળતા 95 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

જમેર્ને બ્લેકવુડ

ABOUT THE AUTHOR

...view details