ગુજરાત

gujarat

ETV Bharat / sports

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની માતા અને ભાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ભાભી અને મા કોરોના પોઝિટિવ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની માતા અને ભાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી સૌરવ ગાંગુલીને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેમજ તેમના પરિવારના સંપર્કમાં આવેલા સભ્યોને પણ ક્વોરેન્ટાઈન થવાનું સૂચન કરાયું છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી

By

Published : Jun 20, 2020, 8:07 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 હજારને પાર પહોંચી છે. જેમાં કેટલાંક VVIP લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ભાભી અને માતા પણ કોરોના પોઝિટિવ હોવાની ખબર સામે આવી છે.

રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીની પત્ની કોરોના પોઝિટિવ છે. તેમજ તેમની માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

શરૂઆતમાં તેમને શરદી ખાંસી થઈ હતી. બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેથી તેમની મેડીકલ તપાસ કરવામાં આવી હતી. શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી સૌરવ ગાંગુલીને પણ ક્વોરેન્ટાઈન કરાયા હતા. તેમજ તેમના પરિવારના સંપર્કમાં આવેલા સભ્યોને પણ ક્વોરેન્ટાઈન થવાનું સૂચન કરાયું છે.

આ ઉપરાંત ગાંગુલી પરિવારના મિત્રો અને સંબંઘીઓને તેમના સંપર્કમાં આવ્યા હોવાની જાણ સ્વાસ્થ્ય વિભાગને કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે, ગાંગુલીની માતાની ઉંમર 80 વર્ષ છે જેથી તેમનો પરિવાર ચિતામાં મૂકાયો છે.

ABOUT THE AUTHOR

...view details