ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી BCCI પ્રેસિડેન્ટનું પદ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત બંગાળ પહોચ્યાં હતા. કોલકતામાં ગાંગુલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તેમને ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. સૌરવ ગાંગુલી ભારતીય ટીમમાં હતા ત્યારે એક ખેલાડી માટે જરુરી હતું કે, તેઓ રણજી ટ્રોફી રમે. આ પરંપરાને આગળ વધારતા તેમણે કહ્યું કે, તે સમય પર નિર્ભર કરે છે.
Exclusive: BCCI પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત - સૌરવ ગાંગુલીની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત
કોલકતા : BCCI પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનું કોલકત્તામાં ધામધુમથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમણે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે મમતા બેનર્જી, ઘોની અને કેટલાક વિષય પર પ્રતિક્રિયા આપી હતી.
etv bharat
24 તારીખે બાંગ્લાદેશ વિરુદ્ધ T-20 સીરિઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. મમતા બેનર્જી વિશે ગાંગુલીએ કહ્યુ કે, તે ખુબ સારા વ્યકતિ છે. તે મારા માટે એક મુખ્યપ્રધાનથી વિશેષ છે. તે મારા દીદી છે. તેમજ તે મને ખુબ પ્રેરિત કરે છે. ગાંગુલીએ તેમના પર વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યુ હતું કે તેઓ સારી રીતે કામ કરશે.