દાદાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં એક બુકીએ એક ક્રિકેટર સાથે મુલાકાર કરી હતી.
સૈયદ મુશ્તાક ટ્રૉફીમાં બુકીની ક્રિકેટર સાથે મુલાકાતઃ ગાંગુલી - ગાંગુલી
મુંબઈઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે જણાવ્યું કે, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં એક બુકી એક ક્રિકેટરનો સંપર્ક સાધ્યો છે. આ ઘટનાની જાણ ક્રિકેટરે એન્ટી કરપ્શન યુનીટ(ACU)ને કરી છે.
ગાંગુલીએ BCCIની વાર્ષિક સામાન્ય સભા(AGM) પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મને જાણકારી મળી છે કે, સૈયદ મુસ્તાક અલી ટી-20 મેચોમાં પણ બુકીએ એક ખેલાડીને મળવાનો પ્રયત્ન કર્યો હતો, હું તેનું નામ જાણતો નથી પરંતુ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ખેલાડીએ તેની જાણ કરી હતી.
ગાંગુલીએ વધુમાં જણાવતા કહ્યું કે, ખેલાડીઓ સાથેના આવા સંપર્ક પછી જે થાય છે તે ખોટું છે. અમે તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. TBPL અને KPLના કિસ્સામાં અમે સંબંધિત રાજ્ય બોર્ડનો સંપર્ક કર્યો છે. અને તે વિશે પૂરતી ચર્ચા કરી છે. આવી ઘટનાઓને પહોંચી વળવા BCCI એન્ટી કરપ્શન યુનીટને(ACU) મજબુત કરશે.