ગુજરાત

gujarat

ETV Bharat / sports

મોટેરા સ્ટેડિયમની તસવીર જોઈ હિટમેને કહ્યું- 'હવે વધારે રાહ નથી જોવાતી'

અમદાવાદના મોટેરામાં સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનું મોટું સ્ટેડિયમ બની ગયું છે. જેમાં 1 લાખ 10 હજાર લોકોની બેસવાની જગ્યા છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાના પ્રમુખ ડેનાલ્ડ ટ્રમ્પ કરશે. મોટેરા સ્ટેડિયમની તસવીર જોઈ હિટમેને રોહિત શર્માએ કહ્યું કે 'હવે વધારે રાહ નથી જોવાતી'...

sourav
મોટેરા

By

Published : Feb 20, 2020, 11:01 AM IST

સ્પોટ્સ ડેસ્ક: હિટમેન રોહિત શર્માએ મોટેરા સ્ટેડિયમ વિશે ટ્વીટ કરતા કહ્યું કે, આશ્વર્ચજનક..સ્ટેડિયમના વિશે એટલું સાંભર્યું છે કે, ત્યાં રમવા માટે હવે રાહ નથી જોઇ શકતો.

BCCIના અધ્યક્ષ ગાગુંલીનું ટ્વીટ

આ સ્ટેડિયમથી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઘણા પ્રભાવિત છે. ગાંગુલીએ ટ્વીટ કરતા કહ્યું કે, અમદવાદમાં આટલું મોટું અને શાનદાર સ્ટેડિયમ જોઇને ખુશ થયો છું. એક ખિલાડી, કેપ્ટન તરીકે આ મેદામાં મારી ઘણી યાદો જોડાયેલી છે. સરદાર પટેલ સ્ટેડિયમને 24 ફેબ્રુઆરીએ જોઇને ઉત્સાહિત છું.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, શાનદાર લાગી રહ્યું છે. દરેક ભારતીય ક્રિકેટ પ્રેમી માટે અનોખી પળ છે. વિશ્વ સ્તરીય સુવિધા, 1 લાખ 10 હજાર લોકોની ક્ષમતા.

મોટેરા સ્ટેડિયમ

સરદાર પટેલ સ્ટેડિયમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બન્યું હતું. જેમાં ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી.

BCCIનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં અંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં મોટેરામાં એક ટી 20, 12 ટેસ્ટ અને 24 વનડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવી ચૂંક્યું છે.

કોચ રવિ શાસ્ત્રીનું ટ્વીટ

ABOUT THE AUTHOR

...view details