ગુજરાત

gujarat

ETV Bharat / sports

ગાંગુલી ઈચ્છે છે યુવા ખેલાડીઓ સાથે કામ કરે સચિન તેંડુલકર - ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ સૌરભ ગાંગુલી ઈચ્છે છે કે, મહાન ખેલાડી સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે.

BCCI news, ક્રિકેટ ન્યૂઝ

By

Published : Nov 1, 2019, 9:08 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, BCCIના અધ્યક્ષ બનતા જ ગાંગુલીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે દિગ્ગજોની સહાયતા જરુર લેશે.

એક કાર્યક્રમ દરમિયાન સૌરભ ગાંગુલી અને સચિન તેંડુલકર

મીડિયા સાથે વાત કરતા એક સુત્રએ જણાવ્યું કે, આ નવા રોલ માટે સચિનને મનાવવાની પ્રક્રિયા હાલ શરુઆતી સ્ટેજ પર ચાલી રહી છે. પરંતુ, ગાંગુલી ઈચ્છે છે કે, સચિન આગામી સ્ટાર ખેલાડીઓને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે.

રીષભ પંત

સૂત્રએ કહ્યું કે, "પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, આ અંગે નિવેદન આપવું ખૂબ જ વહેલું થઈ જશે. જો બધી બાબતો યોજના પ્રમાણે ચાલશે તો તમે શુભમન ગિલ, રીષભ પંત અથવા પૃથ્વી શોને તમે આ દિગ્ગજો સાથે સમય ગાળતાં જોઈ શકશો, તેઓ ન માત્ર ક્રિકેટ સ્કિલ પરંતુ રમતની માનસિક બાજુ પર પણ ચર્ચા કરી શકે છે"

તેમણે કહ્યું કે, 'નવા ખેલાડીઓ સાથે પોતાના અનુભવને શેર કરવા માટે 24 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર વ્યકિતથી વિશેષ કોણ હોઈ શકે..? ભારતીય ક્રિકેટને ધ્યાને રાખવા માટે આ એક માસ્ટકસ્ટ્રોક હોય શકે છે'

ABOUT THE AUTHOR

...view details