- બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૃદયરોગનો હુમલો
- કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં
- કસરત કરતાં સમયે અસ્વસ્થતાની ફરિયાદ બાદ કથળી તબિયત
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો અને બ્લેકઆઉટની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
48 વર્ષીય ગાંગુલી પોતાના ઘરના જીમમાં કસરત કરી રહ્યાં હતાં અને આ દરમિયાન તેમને ચક્કર આવી ગયા અને પછી હૃદયમાં દુખાવાની ફરિયાદ કરી. કોલકાતામાં જ રહેતાં ગાંગુલીને તાત્કાલિક શહેરમાં જ વૂડલેન્ડ્સ મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. એવું જાણવા મળ્યું છે કે શહેરની એસએસકેએમ હોસ્પિટલના પ્રોફેસર ડો સરોજ મોંડલ પણ ગાંગુલીની સંભાળ લેવા વૂડલેન્ડ્સ હોસ્પિટલમાં પહોંચ્યાં છે.
- દાદાને એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી શકે છે
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પૂર્વ ભારતીય કેપ્ટનની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંગુલીને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ છે અને તેમને એન્જીયોપ્લાસ્ટીની જરૂર પડી શકે છે. તેમણે કહ્યું, "દાદા (સૌરવ) ને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. તેઓ ભયથી બહાર છે. જિમ કરતી વખતે તેમને છાતી અને કમરના દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પછી તે બેહોશ થઈ ગયાં હતાં.
- પ. બં.ના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્ટીવટ કરી ખબર પૂછ્યાં
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાંગુલી છાતીમાં હળવા દુ:ખાવોથી પીડાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે તે સાંભળીને દુઃખ થયું. હું તેમની ઝડપથી પુનઃ સ્વાસ્થ્યપ્રાપ્તિની ઇચ્છા કરું છું. મારા વિચારો અને પ્રાર્થના તેમના અને તેમના પરિવાર સાથે છે.
- બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ગાંગુલી માટે પ્રાર્થના કરી