ગાંગુલીએ જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટના વિકાસ માટે સંપૂર્ણ રીતે આશ્વાસનનું સમર્થન આપ્યું. મળતી માહિતી મુજબ, BCCIના અધ્યક્ષ સાથે રાજ્ય ક્રિકેટ સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ના વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, 'બેઠકમાં BCCIના અધ્યક્ષ ગાંગુલીએ બધાની વાત સાંભળી અને ક્રિકેટના વિકાસ માટે સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. અમે BCCIના અધ્યક્ષને આગ્રહ કર્યો છે કે, તેઓ અમને વધુ સારી સુવિધાઓ પૂરી પાડે.