કોલંબો: શ્રીલંકાના ખેલપ્રધાન દુલાસ અલ્લહપેરુમાએ બુધવારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમના દેશના ઓછામાં ઓછા ત્રણ ક્રિકેટરોની મેચ ફિક્સિંગ અંગે તપાસ કરી રહી છે. જો કે અલ્હાપરુમાએ તે ખેલાડી ભૂતપૂર્વ છે કે વર્તમાન છે તે કહ્યું નથી.
શ્રીલંકાના 3 ખેલાડીઓ ઉપર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, ICC કરશે તપાસ - ICC
શ્રીલંકાના ખેલપ્રધાન દુલાસ અલ્લહપેરુમાએ બુધવારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમના દેશના ઓછામાં ઓછા ત્રણ ક્રિકેટરોની મેચ ફિક્સિંગ અંગે તપાસ કરી રહી છે. જો કે અલ્હાપરુમાએ તે ખેલાડી ભૂતપૂર્વ છે કે વર્તમાન છે તે કહ્યું નથી.
તેમણે કહ્યું કે, અમને દુ:ખ છે કે રમતમાં શિસ્ત અને ચરીત્ર ઘટી રહ્યું છે. શ્રીલંકા ક્રિકેટ (SLC)એ જોકે કહ્યું કે હાલનો કોઈ પણ ખેલાડી ICCની તપાસમાં સામેલ નથી. SLCએ એક નિવેદનમાં જણાવ્યું છે કે SLCનું માનવું છે કે માનનીય પ્રધાન જેનો ઉલ્લેખ કરે છે તે શ્રીલંકાના ભૂતપૂર્વ ત્રણ ખેલાડીઓ સામે ICC એન્ટી કરપ્શન યુનિટ દ્વારા તપાસની શરૂઆત કરાઇ છે. તેમાં હાલના સમયના કોઇ પણ રાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ નથી.
ફાસ્ટ બોલર શેહન મધુશંકા ઉપર ડ્રગ કબ્જે કરવાના આરોપો અંગે અલાહાપરુમાએ કહ્યું કે, આ દુખદ છે અને દેશને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. મધુશંકાને ગયા અઠવાડિયે શ્રીલંકાની પોલીસે હેરોઇન રાખવાના આરોપમાં અટકાયત કરી હતી. ત્યારબાદ SLCએ તેમનો કરાર સ્થગિત કરી દીધો છે.