ગુજરાત

gujarat

ETV Bharat / sports

શ્રેયસ ઐયર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 વન-ડે મેચમાંથી થયો બહાર - ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વન-ડે સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન-ડેમાં ફિલ્ડીંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. BCCI (The Board of Control for Cricket in India) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

શ્રેયસ ઐયર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 વન-ડે મેચમાંથી થયો બહાર
શ્રેયસ ઐયર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 વન-ડે મેચમાંથી થયો બહાર

By

Published : Mar 25, 2021, 3:24 PM IST

  • શ્રેયસ ઐયર ઈગ્લેન્ડ સામેની વન-ડે સિરિઝમાંથી થયો બહાર
  • શ્રેયસને પ્રથમ વન-ડેમાં ફિલ્ડીંગ કરતી વખતે ઈજા થઈ હતી
  • IPLના પ્રથમ ભાગમાં રમવા પર શંકા
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે 26 માર્ચે રમાશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વન-ડે સિરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન-ડેમાં ફિલ્ડીંગ કરતી વખતે ખભામાં ઈજાગ્રસ્ત થયો હતો. BCCI (The Board of Control for Cricket in India) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈંગ્લેન્ડ સામે ત્રણ વન-ડે મેચની બાકીની 2 મેચમાંથી શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત હોવાને કારણે બાહર થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ઇજાના કારણે શ્રેયસ ઐયર 2021ની IPLમાં નહીં રમી શકે

શ્રેયસને ખભામાં ઈજા થતાં તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતોઃ BCCI

ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ સિરિઝ, T-20 સિરિઝમાં પરાજય આપીને બન્ને સિરિઝમાં વિજય મેળવ્યો હતો. પુણેમાં રમાયેલી વન-ડે મેચમાં તેને ફિલ્ડીંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. જેથી તે હવે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 મેચો પણ ગુમાવશે. વેબસાઈટ ESPN CRICK INFO મુજબ શ્રેયસ ઐયરને ખભામાં ઈજા થઈ છે. IPLના પ્રથમ ભાગમાં રમવા પર શંકા છે. શ્રેયસ ઐયરને ઈજા થયા બાદ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે શ્રેયસને ખભામાં ઈજા થતાં તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ 66 રને જીતી હતી. હાલ ભારતીય ટીમ ત્રણ મેચની સિરિઝમાં 1-0થી આગળ છ અને બાકી રહેલી 2 વન-ડે મેચ 26 માર્ચે અને સિરિઝનો અંતિમ મેચ માર્ચે પુણેમાં રમાશે.

આ પણ વાંચોઃ ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું

ABOUT THE AUTHOR

...view details