કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરેે T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાને લઇને નિવેદન આપતા કહ્યું કે BCCI IPLનું આયોજન કરવા ઇચ્છતુ હતું જેના કારણે T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવ્યો છે.
ICC T-20 વર્લ્ડ કપ અને એશિયા કપ ICCએ સોમવારે T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તે સાથે જ એશિયા કપને પણ સ્થગતિ કરવામાં આવ્યો છે.
શોએબ અખ્તરનું માનવુ છે કે એશિયા કપ અને ICC T-20 વર્લ્ડ કપ યોજાઇ શકે છે, પરંતુ IPLના આયોજનના પગલે આ બંને ટુર્નામેન્ટ્સને સ્થગિત કરવામાં આવી છે.
અખ્તરે T-20 વર્લ્ડ કપ રદ થવાને જવાબદાર BCCIને ઠેરવતા કહ્યું કે, છેલ્લે એક પાવરફુલ વ્યક્તિ અથવા એક પાવરફુલ ક્રિકેટ બોર્ડ જ આ નીતિઓને ચલાવી શકે છે અને તે એ ધ્યાન રાખતા હોય છે કે તેનું પરિણામ તેને ચુકવવુ પડશે. T-20 વર્લ્ડ કપ અને એશિયા કપ આ વર્ષે રમાઇ શક્યો હોત, જેમાં આ વર્ષે ભારત અને પાકિસ્તાનને એક બીજા સામે રમવાનો મોકો મળ્યો હોત, પરંતુ તેઓએ તેને જવા દીધુ. તેની પાછળ એવા કેટલાક કારણ છે પરંતુ તેની પાછળ જવા નથી માંગતો.
અખ્તરે વધુમાં કહ્યું, ' હું આ પહેલા પણ કહી ચુક્યો છું કે તે યોજવા નથી ઇચ્છતા. IPLને નુકસાન ન થવુ જોઇએ, વર્લ્ડ કપ તેલ લેવા જાય.'