ગુજરાત

gujarat

ETV Bharat / sports

શોએબ અખ્તરે સેહવાગની ઉડાવી મજાક, કહ્યું- 'માથાના વાળ કરતા મારી પાસે પૈસા વધુ' - વીરેન્દ્ર સહેવાગના વાળ

સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર છેલ્લા કેટલાક સમયથી એક્ટિવ છે, ત્યારે શોએબે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે કહે છે કે, વિરેન્દ્ર સહેવાગના વાળ કરતા મારી પાસે વધુ પૈસા છે.

etv bharat
etv bharat

By

Published : Jan 23, 2020, 12:53 PM IST

Updated : Jan 24, 2020, 7:39 AM IST


ન્યુઝ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે. રાવલપિંડી એક્સપ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટયૂબ પર ખુબ ફેમસ છે. જ્યાં તે ક્રિકેટ સાથે જોડાયેલી વસ્તુઓ સાથે વીડિયો બનાવે છે.

સહેવાગે શોએબને કહ્યું પૈસાની જરુર છે.

શોએબ અખ્તર

શોએબ અખ્તરે તેમના યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં વિરેન્દ્ર સહેવાગના 2016માં આપેલા નિવેદન પર જવાબ આપ્યો હતો. સહેવાગે કહ્યું હતું કે, શોએબ અખ્તર ભારતીય ક્રિકેટ અને તેમના ક્રિકેટરોની ખુબ પ્રંશસા કરે છે. કારણ કે, તેમને પૈસાની જરુર છે.

શોએબ અખ્તરે કહ્યું કે, મારી પાસે તમારા વાળ કરતા વધુ પૈસા છે અને કહ્યું હું મજાક કરુ છું. જો તમે આ વાતનો સ્વીકાર નથી કરી શકતા કે, મારી પાસે આટલા ફોલોવર્સ છે. તો સમજો મને શોએબ અખ્તર બનવામાં 15 વર્ષ લાગ્યા છે. શોએબે પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું કે, હા ભારતમાં મારા ખુબ પ્રશંસક છે, પરંતુ મે તેમની ટીકા ત્યારે કરી જ્યારે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન નહોતું કર્યું.

હું દુનિયાનો સૌથી ફાસ્ટ બોલર હતો

શોએબે અખ્તરે કહ્યું કે, મને સમજાતું નથી કે, લોકોને શું સમસ્યા છે. જ્યારે હું ક્રિકેટ સાથે જોડાયેલી વાતો પર હું મારી રાય આપું છું. હું 15 વર્ષ સુધી પાકિસ્તાન માટે રમ્યો છું. હું માત્ર યૂટયૂબ માટે પ્રસિદ્ધ નથી. હું દુનિયાનો સૌથી ફાસ્ટ બોલર હતો. સહવાગે એક શૌ દરમિયાન કહ્યું કે, શોએબ અખ્તર અમારો સારો મિત્ર બન્યો છે. કારણ કે તેમને ભારતમાં વ્યાપાર કરવો છે. આ કારણે તે અમારી પ્રશંસા કરે છે. જો તમે શોએબ અખ્તરને કોઈ પણ ઈન્ટરવ્યુમાં જોવો તો ભારતની પ્રશંસા ખુબ સારી કરે છે.

શોએબ અખ્તરે સહવાગની ઉડાવી મજાક
Last Updated : Jan 24, 2020, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details