કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસના કારણે ચીનના લોકો પર ભડક્યાં છે, ચીનના લોકો ખાવા પીવાને લઇને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાવાના કારણે ઘણા નારાજ છે.
અખ્તરે કહ્યું કે, ચીનના લોકો ચામાચીડિયાંને ખાવી અથવા તેનું લોહી અથવા પેશાબ પીવાની શું જરૂર છે. જેના કારણે સમગ્ર દુનિયામાં આ વાયરસ ફેલાયો છે. સમગ્ર દુનિયામાં મુશ્કેલીમાં મુકી દીધી છે. મારી સમજમાં એ નથી આવતું કે, ચીનના લોકો ચામાચીડિયાં અને કુતરાં અને બિલાડીઓ કેવી રીતે ખાઈ શકે છે. મને ઘણો ગુસ્સો આવી રહ્યો છે.