વર્લ્ડ કપ 2019માં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગબ્બરના ડાબા હાથના અંગૂઠામાં ફેકચર છે. જેને લઈ તેમને ટીમની બહાર કરવામાં આવ્યો છે. શિખર ધવન ત્રણ સપ્તાહ સુધી મેચ રમી શકશે નહીં.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ગબ્બર ઈજાગ્રસ્ત - gujaratinews
સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી મેચમાં જીત બાદ બેસ્ટમેન શિખર ધવનને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલનો બૉલ વાગતા ઈર્જાગ્રસ્ત થયો હતો. ધવને આ મેચમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયા સામે મોટા સ્કોરનો પડકાર ફેંક્યો હતો. ધવને 109 બોલમાં 117 રનનો સ્કોર બનાવ્યો હતો.
વલ્ડૅ કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
ત્યારબાદ ઈજાને કારણે ધવન ફિલ્ડિગમાં ઉતર્યો ન હતો. તેના સ્થાને રવીન્દ્ર જાડેજાએ 50 ઓવર સુધી ફિલ્ડિગ ભરી હતી. નૉટિધામમાં સ્કૈન બાદ જાણવા મળ્યુ કે, ધવને અંગૂઠામાં ફેકચર છે.
શિખર ધવને ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ઘવને 2015ના વલ્ડૅ કપમાં51.50ની સરેરાશથી 412 રન બનાવ્યા હતા. જેમાં 2 સદીનો પણ સમાવેશ થાય છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2013-2017માં પણ ધવનનું શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ. તેમણે 77.88ની સરેરાશથી ત્રણ સદીની સાથે 701 રન બનાવ્યા હતા.