નવી દિલ્હીઃ તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ થયેલા T-20 વર્લ્ડ કપમાં જોરદાર બેટીંગ કરનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માનું માનવું છે કે, તેમના માટે હજૂ સફર શરૂ થયો છે.
શેફાલીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મહિલા ટીમને વિશ્વ વિજેતા બનાવા માટેનો રસ્તો માત્ર પડકારરૂપ હશે અને તે દરેક પડકારો તરફ આગળ વધવા તૈયાર છે.
ભારતીય ટીમને ICC મહિલા T-20 વર્લ્ડ કપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને શેફાલી પણ તે ટીમનો ભાગ હતી.
શેફાલીએ કહ્યું કે, તે દિવસ અમારો નહોતો. રમતમાં હાર-જીત થતી રહે છે, હજુ ઘણી તકો મળશે જે અમને અમારા ધ્યેય સુધી પહોંચાડશે. જે થયું એને બદલી શકાતું નથી, હવે જે થશે તે અમારા હાથમાં છે અને અમે છોડવના નથી.
શેફાલીએ વર્લ્ડ કપમાં 5 મેચમાં 158.58ની રન રેટ સાથે 163 રન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય ટીમ વિજેતા બને છે, ત્યારે સારૂં લાગે છે.
સલામી બેટ્સમેને કહ્યું કે, મારૂં કામ પીચ પર જઇને રન બનાવવાનું છે. જેથી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી શકાય. સ્વાભાવિક છે કે, કોઈ તમારી પ્રશંસા કરે, તો તમને સારૂં લાગવાનું છે.
16 વર્ષની શેફાલીએ કહ્યું કે, આ ટીમમાં કોઈ સીનિયર જૂનિયર નથી અને આ ટીમને ઘણી મદદ મળે છે.
તેમણે કહ્યું કે, અહીંયાનું વાતાવરણ શાંત છે અને તમામ ખેલાડીઓ એકબીજાની મદદ કરે છે. કોચ ડબ્લ્યૂવી રમન સર પણ ખૂબ સારા છે.
ભારતીય બેટ્સમેને કહ્યું કે, રમન સર હંમેશા સમસ્યાનું નીરાકરણ લાવે છે, જે સારી બાબત છે. જો મને કોઈ સમસ્યા થાય છે, તો હું તેમની પાસે જાવ છું અને તે મને જણાવે છે કે, મારે કેવી કામગીરી કરવાની છે.
શેફાલીએ મંધાના સાથેની બેટીંગ અગે કહ્યું કે, અમે વસ્તુઓને સરળ રાખવાના પ્રયાસો કરીંએ છીંએ. જો બોલ ખરાબ હોય, તો ફટકારવો જોઈએ. જેથી જ્યારે મને બોલ મળે છે, ત્યારે હું ફટકારૂં છું અને મંધાના પણ આવું જ કરે છે. આ ઉપરાંત જ્યારે અમને સારી બોલ મળે છે, ત્યારે અમારો પ્રયાસ સિંગલ રન લેવાના હોય છે.
શેફાલીનો આ પ્રથમ T-20 વર્લ્ડ કપ હતો. તેમણે પોતાના આગળના લક્ષ્ય અંગે કહ્યું કે, હવે ભારતમાટે વધુમાં વધુ મેચ જીતવા છે. મારૂં હંમેશાથી લક્ષ્ય રહ્યું છે કે, હું ટીમની સફળામાં વધુમાં વધુ યોગદાન આપું.