કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉંડર શાહિદ આફ્રીદીએ કોવિડ-19 મહામારીના વિરુદ્ધની લડાઇમાં પૈસા ભેગા કરવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે સીરીજ કરવાનો શોએબ અખ્તરના નિર્ણયના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
આફ્રીદીએ કહ્યું કે, તેમને ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને IPLના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાની પ્રતિક્રિયા પર મને આશ્ચર્ય થયો છે. તેમણે અખ્તરની અપિલને નકારી છે.
ભારત-પાક સીરીજને લઇને અખ્તરના સમર્થનમાં આફ્રીદી, કહ્યું- કપિલ દેવની પ્રતિક્રિયાથી થઇ નિરાશા આફ્રિદીએ કહ્યું કે, દુનિયા કોરોનાવાઇરસના વિરૂદ્ધ લડી રહી છે. આ દુશ્મનને હરાવવા માટે આપણા ક્ષેત્રમાં એકતાની જરૂરત છે. ત્યારે આ પ્રકારની નકારાત્મક ટિપ્પણીઓથી કોઇ મદદ નહી મળે.
ભારત-પાક સીરીજને લઇને અખ્તરના સમર્થનમાં આફ્રીદી, કહ્યું- કપિલ દેવની પ્રતિક્રિયાથી થઇ નિરાશા આફ્રીદીએ કહ્યું કે, મને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચની અપિલ ખોટી નથી. કપિલ દેવની પ્રતિક્રિયાએ મને હેરાન કર્યો. મને તેમના પાસે ઉમ્મીદ હતી. મારૂ માનવું છે કે, ખરાબ સમયમાં આ પ્રકારની વાત ન કરવી જોઇએ.