ગુજરાત

gujarat

ETV Bharat / sports

શબીર ખંડવાવાલાને BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવાયા - લોકપાલ સર્ચ સમિતિ

BCCI (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ)એ એન્ટિ કરપ્શન યુનિટ માટે નિવૃત્ત IPS અધિકારીની વરણી કરી છે. વર્ષ 2010માં DGP પદથી નિવૃત્ત થનારા શબીર ખંડવાવાલાને એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. નિવૃત્તિ બાદ ખંડવાવાલાએ સલાહકાર તરીકે એસ્સાર ગૃપની સાથે કામ કર્યું છે. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિમાં પણ રહી ચૂક્યા છે.

શબીર ખંડવાવાલાને BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવાયા
શબીર ખંડવાવાલાને BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવાયા

By

Published : Apr 6, 2021, 8:56 AM IST

Updated : Apr 6, 2021, 12:26 PM IST

  • ગુજરાતના પૂર્વ DGPને BCCIમાં નવી જવાબદારી સોંપાઈ
  • શબીર ખંડવાવાલા બન્યા BCCIની એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ
  • ખંડવાવાલા અજિત સિંહની જગ્યાએ જવાબદારી સંભાળશે

નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ DGP શબીર હુસૈન શેખાદામ ખંડવાવાલાને હવે નવી જવાબદારી મળી છે. BCCIએ તેમને એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવ્યા છે. વર્ષ 1973ની બેચના 70 વર્ષીય આ IPS અધિકારી અજિત સિંહની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ 31 માર્ચે પૂર્ણ થઈ ગયો છે.

આ પણ વાંચોઃલોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી

વર્ષ 2010માં DGP પદેથી નિવૃત્ત થયા પછીથી ખંડવાવાલાએ સલાહકાર તરીકે એસ્સાર ગૃપ સાથે કામ કર્યું. તેઓ કેન્દ્ર સરકારમાં લોકપાલ સર્ચ સમિતિનો પણ ભાગ રહી ચૂક્યા છે. ખાંડવાવાલા IPL 2021ને જોતા 7 એપ્રિલે ચેન્નઈ જશે. તેઓ પદ સંભાળ્યા પહેલા 28 માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં યોજાયેલી ત્રીજી વનડે મેચમાં પણ હાજર હતા.

આ પણ વાંચોઃBCCI દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં કાર્યાલય ખોલે તેવી સંભાવના

અજિત સિંહ ખંડવાવાલાને મદદ કરવા વધુ એક મહિનો કામ કરશે

રાજસ્થાનના પૂર્વ DGP અજિત સિંહ વર્ષ 2018માં BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બન્યા હતા. તેઓ ખંડવાવાલાની મદદ માટે વધુ એક મહિનો કામ કરશે.

Last Updated : Apr 6, 2021, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details