ગુજરાત

gujarat

ETV Bharat / sports

પાકિસ્તાન ક્રિકેટમાં કોરોના, વધુ 7 ખેલાડી પોઝિટિવ, કુલ 10 સંક્રમિત

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વધુ સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. મોહમ્મદ હાફીઝ અને વહાબ રિયાઝ સહિત વધુ સાત પાકિસ્તાની ક્રિકેટરોને કોરોના થયો છે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માહિતી આપી હતી.

Seven more Pakistan cricketers test positive for COVID-19
પાકિસ્તાન ક્રિકેટમાં કોરોના, વધુ 7 ખેલાડી પોઝિટિવ, કુલ 10 સક્રમિત

By

Published : Jun 23, 2020, 8:11 PM IST

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના વધુ સાત ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. મોહમ્મદ હાફીઝ અને વહાબ રિયાઝ સહિત વધુ સાત પાકિસ્તાની ક્રિકેટરોને કોરોના થયો છે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માહિતી આપી હતી. આ સાથે જ પાકિસ્તાન ટીમમાં કોરોનાથી ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 10 થઈ ગઈ છે.

પાકિસ્તાન ક્રિકેટમાં કોરોના, વધુ 7 ખેલાડી પોઝિટિવ, કુલ 10 સક્રમિત

આ 7 ખેલાડીઓમાં કાશીફ ભટ્ટી, મોહમ્મદ હસ્નાઇન, ફખર ઝમન, મોહમ્મદ રિઝવાન, ઇમરાન ખાન, મોહમ્મદ હાફીઝ અને વહાબ રિયાઝ સામેલ છે. આ અગાઉ પણ ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેથી કુલ 10 ખેલાડીઓને કોરોના ચેપ લાગ્યો છે. હવે પાકિસ્તાનનો ઇંગ્લેન્ડ પ્રવાસ ખતરામાં મૂકાયો છે.

આ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયાં છે. જેમા હૈદર અલી, હરીસ રઉફ અને શાદાબ ખાનનો સામેલ છે. ગત સપ્તાહે પાકિસ્તાનનો ભૂતપુર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આફ્રિદીએ એક ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.

પાકિસ્તાન ક્રિકેટમાં કોરોના, વધુ 7 ખેલાડી પોઝિટિવ, કુલ 10 સક્રમિત

મહત્વનું છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈગ્લેન્ડના પ્રવાસ પર જઈ રહી છે. આ અગઉ સુરક્ષાને ધ્યાનમાં રાખી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં આ મોટો ખુલાસો થયો છે. ઈગ્લેન્ડ સામે પાકિસ્તાન ત્રણ ટેસ્ટ અને ત્રણ T-20 મેચ રમશે. જો કે, હવે આ પ્રવાસ પર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details