ઓફિશિયલ મોસ્કોટ ‘પિંકુ-ટિંકુ‘ના લોન્ચ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં ગાંગુલીએ એક મોટો ગુલાબી ફુગ્ગો હવામાં તરતો મુક્યો હતો, જે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઐતહાસિક ટેસ્ટના અંત સુધી તેને હવામાં લહેરાતો જોઈ શકાશે. શહેરમાં મહત્વપૂર્ણ સ્થળ જેવા કે, શાહિદ મીનાર અને સૌથી મોટી ઈમારત 42, અને કલકત્તા નગર નિગમના બગીચામાં પણ ગુલાબી લાઈટ્સ લગાવવામાં આવી છે.
પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ અગાઉ સૌરવ ગાંગુલીએ લોન્ચ કર્યા ઓફિશિયલ મોસ્કોટ ‘પિંકુ-ટિંકુ‘ - કલકત્તા નગર નિગમ
કલકત્તાઃ ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મેચના ઓફિશિયલ મોસ્કોટ ‘પિંકુ-ટિંકુ‘ને લોન્ચ કર્યા હતા. દાદાએ ઈડન ગાર્ડન્સ ખાતે મેચની ટિકિટ અને મોસ્કોટ ‘પિંકુ-ટિંકુ‘ સાથે ફોટો પડાવ્યો હતો.
saurav ganguly launched mascot pinku tinku ahead of day night test
હુગલી નદીમાં જગમગતિ ગુલાબી બોલવાળી નૌકા પણ જોવા મળી છે. 22 દિવસ નવેમ્બર સુધી આ સવારી હાવાડા બ્રિજ અને વિદ્યાસાગર સેતુ વચ્ચે ચાલશે. ટાટા સ્ટીલ બિલ્ડિંગમાં 20મી નવેમ્બરથી 'થ્રી ડી મેપિંગ' કરવામાં આવશે. માઇજર્સ ક્લબ પહેલી રાતથી જ ગુલાબી રંગથી જગમગી રહી છે. અન્ય કેટલીક ઇમારતો પર આવી લાઈટ્સો લગાવવામાં આવશે તેવી આશા છે.
બંગાળ ક્રિકેટ એસોશિએશને જણાવ્યું હતું કે, આ મેચની જાહેરાત માટે શહેરમાં 12 હોર્ડિંગ, 3 LED બોર્ડ લગાવ્યા છે, સાથ સાથે સોમવારથી આ જાહેરાતો બસમાં પણ લગાવવામાં આવશે.