રાજકોટ: 1936-37માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઇનલમાં બંગાળ સામે રણજી ચેમ્પિયન બનાવી હતી. જ્યારે 1943-44માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી અને બંગાળ સામે ફાઇનલમાં ટીમ જીતી હતી.
રણજીની ફાઈનલના ચોથા દિવસે 134/3થી દિવસ શરૂ કરતા બંગાળની ટીમે ચોથા દિવસે 220 રન ઉમેર્યા હતા અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. મેચમાં રિઝલ્ટ આવે તેવી કોઈ સંભાવના નહોતી, પરંતુ નિયમના આધારે સૌરાષ્ટ્રે રણજીનું ટાઇટલ પોતાના કર્યું છે.
મહેમાન ટીમે એકસમયે 263 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે સૌરાષ્ટ્રે 76 વર્ષ બાદ રણજી જીતી છે. બંગાળે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રમત રમતા પ્રથમ સેશનમાં વિના વિકેટે 84 રન કર્યા હતા. સુદીપ અને સાહાની જોડીએ ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને સૌરાષ્ટ્રના બોલર્સને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી. સુદીપ ચેટર્જીએ 241 બોલમાં 7 ફોરની મદદથી 81 રન કર્યા હતા. તે ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં શોર્ટ લેગ પર વિશ્વરાજ જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.
જ્યારે રિદ્ધીમાન સાહાએ 184 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. તે પ્રેરક માંકડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ 16 રને ચેતનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
સૌરાષ્ટ્રની ટીમ 425 રને ઓલ આઉટ થઇ હતી. સૌરાષ્ટ્રના તરફથી અર્પિત વાસવડાએ સર્વાધિક 106 રન બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારા 66 રન બનાવ્યાં હતાં.સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકરે 35 બોલમાં 20 બનાવ્યા હતાં. પૂજારા અને અર્પિતે 142 રનની ભાગીદારી કરી હતી. જે દરમિયાન અર્પિતે શતક અને પૂજારાએ અર્ધશતક ફટકાર્યુ હતું. અર્પિતે 287 બોલ પર 11 ચોગ્ગા અને પૂજારાએ પ્રથમ શ્રેણીમાં 60મી સદી ફટકારી હતી. પૂજારાએ 237 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતાં. બંગાળની ટીમ તરફથી આકાશદીપે 4 વિકેટ ઝડપી હતી અને શાહબાદ અહમદે 3, મુકેશ કુમાર અને ઈશાન પોરેલે 1 વિકેટ ઝડપી હતી.