આ જાહેરાત પાકિસ્તાની ટીવી ચેનલે બનાવી છે. જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની વેશભૂષામાં એક એક્ટર જોવા મળે છે. અભિનંદન ભારતીય વિંગ કમાન્ડર છે. પાકિસ્તાન મિલિટીરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન અભિનંદનને પોતાના કબજામાં લીધો હતો. આ 33 સેકન્ડની જાહેરાતમાં આર્ટિસ્ટે એક બ્લુ રંગની જર્સી પહેરીને અભિનંદન જેવી મૂછ રાખી છે અને વારંવાર “આઇ એમ સોરી સર, મને આ વાતની પરવાનગી નથી” બોલતા જોવા મળે છે.
INDvPAK મેચ પહેલા ગુસ્સે થઈ સાનિયા મિર્ઝા, જાણો કેમ
સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત -પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ રમાનારી મેચ પર સૌ કોઈની નજર છે. બંને દેશોમાં જાહેરાત વાયરલ થઈ રહી છે. ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ જાહેરાતની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરી ગુસ્સો વ્યકત કર્યો હતો.
વધુ એક જાહેરાતમાં ભારતીય ફેન્સ પોતાને પાકિસ્તાનના પિતા ગણાવી રહ્યો છે. આ જાહેરાતમાં વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન પર હાવી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાતને લઈ સાનિયા મિર્ઝાએ ગુસ્સે થઈને ટ્વિટ કર્યું છે. બોર્ડરની બને બાજુ શર્મનાક જાહેરાતો બની રહી છે. આવી જાહેરાતો બનાવી માર્કેટમાં લાવવાની જરૂર નથી. આ ફકત કિક્રેટ છે. અંતમાં કહ્યું “get a grip or get a life”
ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ તણાવ લધી રહ્યો છે. ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ 40 C.R.P.F જવાનો શહિદ થયા હતા. પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનના આતંકી સંગઠનનો હાથ માનવામાં આવ્યો હતો.