ગુજરાત

gujarat

ETV Bharat / sports

સચિન, વિરાટ સહિત રમતવીરોએ ઈરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો - વિરાટ કોહવી ન્યૂઝ

ખેલ જગતના રમતવીરોએ સોશિયલ મીડિયા પર ઈફાનના નિધન પર શોક વ્યકત કરી શ્રદ્ધાંજલિ અર્પી.

Etv Bharat
Irrfan khan

By

Published : Apr 29, 2020, 7:56 PM IST

નવી દિલ્હીઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું આજે નિધન થયું છે. આ અંગે ભારતીય ખેલ જગતના રમતવીરોએ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઈરફાન ખાનને મંગળવારે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં કોલોન ઈંફેક્શનને કારણે દાખલ કરવામાં આવ્યાં હતા. બુધવારની સવાર થતાં તેમના નિધનના સમાચારે બધાને સ્તબ્ધ કરી દીધા.

ખેલ જગતના રમતવીરોએ ઈરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કરી સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

સચિન તેંદુલકરે ટ્વિટ કરી લખ્યું કે, ' ઈરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી ખુબ દુઃખી છું. તે મારા પંસદીદા કલાકારોમાંના એક છે. મે તેમની મોટા ભાગની ફિલ્મો જોઈ છે, છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ પણ. તે ખુબ સરળતાથી અભિનય કરતાં હતા, તે શાનદાર હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, 'ઈરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. તે ખૂબ જ શાનદાર કલાકાર હતા અને પોતાની વિવિધ કુશળતાથી લોકોના દિલ જીતી લેતા હતાં. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ ટ્વિટ કરી કહ્યું કે, ' ખાન સાહેબ, તમે જે કર્યુ તે શાનદાર કર્યુ છે અને તમે હંમેશા જીવતાં જ રહેશો. તમારી કળા અમારા સુધી પહોંચાડવા બદલ આપનો આભાર.'

પુર્વ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કર્યુ,' એક શાનદાર કલાકાર અને શ્રેષ્ઠ પ્રતિભા. તેમના પરિવારને સાંત્વના પાઠવું છું.'

મોહમ્મદ શમીએ ટ્વિટ કર્યુ, ' ઈરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી શોક થયો. તેમના પરિવાર સાથે સંવેદનાઓ. તમે અમરતત્વ સુધી અમારી સાથે રહેશો.'

સાયને નહેવાલે ટ્વિટ કરી કહ્યું કે, ' એક વિજ્ઞાપનના શૂંટિગ દમિયાન તેમની સાથે, યાદગાર પળો..'

મહત્વનું છે કે ઈરફાન ખાન પણ ક્રિકેટ રમવામાં માસ્ટર હતાં. તે ક્રિકેટર બનવા માગતા હતાં. જોકે બાદમાં તે અભિનય સાથે જોડાયા.

ABOUT THE AUTHOR

...view details