ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવુ છે કે સફળતા મેળવવા માટે કોઇ શૉર્ટકટ નથી અને પોતાના સપના પુરા કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. સચિને શુક્રવારે મહારાષ્ટ્રના એક સ્કુલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું હતુ.
સચિને મરાઠા ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે હુ વિદ્યાર્થી હતો, ત્યારે મારા મગજમાં ફક્ત એક જ વાત હતી કે હુ ભારત માટે રમુ, મારા સફરની શરૂઆત 11 વર્ષથી થઇ હતી.
તેમને કહ્યું કે, મને હજી પણ યાદ છે જ્યારે મે પોતાની પહેલી પસંદગીના ટ્રાયલ માટે ગયો હતો, ત્યારે પસંદકર્તાઓએ મને પસંદ નહોતો કર્યો. તેમને કહ્યું કે, તમારે અધગ મહેનત કરવી પડશે અને પોતાની રમતમાં સુધારો લાવવો પડશે.
એ સમયે હુ નિરાશ થઇ ગયો હતો કારણ કે મને ખબર હતી કે, મેં સારી બેટીંગ કરી પણ તેનુ પરિણામ આશા મુજબ ન આવ્યું અને મારી પસંદગી ન થઇ. ત્યારબાદ મારી એકાગ્રતા વધી ગઇ. જો તમે તમારા સપનાઓ પૂર્ણ કરવા માગતા હોય તો, તેને શૉર્ટકર્ટ મદદ ન કરી શકે.
તેમને કહ્યું કે, ક્રિકેટમાં હુ પોતાની સફળતાનો શ્રેય મારા પરિવારના અને દરેક સદસ્યોને આપવા માગુ છેુ, મારા માતા-પિતા, મારા ભાઇ અજીત અને નિતિન જે મારા સહયોગ માટે આગળ આવ્યા અને મને પ્રોત્સહન આપ્યું. મારી મોટી બહેનએ જ મને પહેલુ બેટ મારા હાથમાં આપ્યું હતુ.
સચિન આવતા વર્ષ ક્રિકેટ રમતો જોવા મળશે, તેની સાથે વિરેન્દ્ર સહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, જોંટી રોડ્સ પણ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીજમાં રમતા જોવા મળશે.