મુંબઈઃ ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર કોરોના વાઈસના વર્તમાન સ્થિતિને જોતા NGOના માધ્યમથી શિવાજી નગરમાં અને ગોવિંદી વિસ્તારમાં લોકોને મહિના સુધી મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
અપનાલય નામના NGOને તેંડુલકરનો આભાર માનતા એક ટ્વીટ કર્યુ હતું કે, "અપનાલયની મદદ કરવા માટે ધન્યવાદ . સચિન 5000 લોકોના મહિનાના રાશનની જવાબદારી ઉઠાવી છે. એવા કેટલાય લોકો છે જેમને તમારા સમર્થનની જરૂર છે. "
સચિન આ પહેલા પણ વડાપ્રધાન રાહત ફંડમાં અને મુખ્યપ્રધાન રાહત કોષમાં 25-25 લાખ રૂપિયાની મદદ કરી હતી. તેંડુલકર આમ સમાજિક સંસ્થા સાજે જોડાઈને લોકોની સેવા કરતા રહો. જો કે, મોટાભાગના લોકો આગળ આવતા નથી.
નોંધનીય છે કે, સચિન સહિત પઠાણ બંધુઓએ, ઈરફાન અન યુસુફ ખાને વડોદરા પોલીસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે 4 હજાર ફેસ માસ્ક આપ્યા હતા. આ ઉપરાંત સુનીલ ગવાસ્કર, રોહિત શર્માસ પહલવાન બજરંગ પૂનિયા, ધાવક હીમા દાસ અને પીવી સિંધુ સહિત અનેક ખેલાડીઓએ આ જીવલેણ બીમારી સામે લડવા માટે પોતાનું યોગદાન આપ્યુ હતું.