- કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે
- સચિને ટ્વિટર દ્વારા કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી
- વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોનાની ઝપેટમાં
મુંબઈ: દેશમાં કોરોના વાઇરસે ફરી માથું ઉંચક્યું છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેની વચ્ચે બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. પરેશ રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જ્યારે, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને ટ્વિટર દ્વારા તેમના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.
આ પણ વાંચો:બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના પોઝિટિવ
વેક્સિનના બે ડોઝ બાદ પરેશ રાવલ પોઝિટિવ
પરેશ રાવલે ટ્વિટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે જે કોઈ સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને ટેસ્ટ કરાવે." નવાઈની વાત છે કે, ભાજપ નેતા અને પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે કોરોના વેક્સિનના બે ડોઝ પણ લીધા છે. છતાં પણ, તે કોરોના પોઝિટિવ આવતા વેક્સિન પર અનેક સવાલો ઉઠી શકે છે.
વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઝપેટમાં આ પણ વાંચો:ઉત્તરાખંડના પૂર્વ CM હરિશ રાવત કોરોના પોઝિટિવ
તેંડુલકરે ટ્વિટ કરી આપી માહિતી
આ સાથે, તેંડુલકરે ટ્વિટ કરી કર્યું હતું કે, "મે કોવિડનું પરીક્ષણ કરાવ્યું છે અને હું કોવિડની વિરુદ્ધ તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો હતો, પરંતુ આજે મારો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને ખૂબ જ હળવા કોરોના લક્ષણો છે. મારા ઘરના બધા લોકો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે."