ગુજરાત

gujarat

ETV Bharat / sports

સચિન અને યુસુફ બાદ એસ. બદ્રીનાથ થયા કોરોના સંક્રમિત - સચિન તેંડુલકર કોરોના સંક્રમિત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી એસ. બદ્રીનાથ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ જાણકારી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. શનિવારે બદ્રીનાથ પહેલા સચિન તેંડુલકર અને યુસુફ પઠાણે પણ પોતાને કોરોના પોઝિટિવ હોવાનું પુષ્ટિ આપી હતી.

એસ. બદ્રીનાથ
એસ. બદ્રીનાથ

By

Published : Mar 28, 2021, 8:03 PM IST

  • સચિન અને યુસુફ બાદ એસ. બદ્રીનાથ કોરોના પોઝિટિવ
  • ત્રણેય ખેલાડીઓ છત્તીસગઢના રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ભાગ હતા
  • સચિન ભારત લિજેન્ડ્સ ટીમનો કેપ્ટન હતો

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન એસ. બદ્રીનાથ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બદ્રીનાથે ખુદ રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ મળ્યા પછી તેમણે ઘરે જ પોતાને અલગ કરી દીધા છે. બદ્રીનાથ પહેલા સચિન તેંડુલકર અને યુસુફ પઠાણને પણ કોરોના પોઝિટીવ આવ્યા છે અને ત્રણેય ખેલાડીઓ છત્તીસગઢના રાયપુરમાં તાજેતરમાં યોજાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ જીતનાર ઇન્ડિયા લેજન્ડ્સ ટીમનો ભાગ હતા. બદ્રીનાથે ટ્વિટ કરીને કહ્યું હતું કે, "હું સતત જરૂરી સાવચેતી રાખતો હતો અને પરીક્ષણ પણ સતત કરાવતો હતો. જોકે, મારો કોવિડ -19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને તેના હળવા લક્ષણો પણ છે."

આ પણ વાંચો:વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઝપેટમાં

સચિન તેંડુલકર બાદ હવે યુસુફ પઠાણની COVID-19 ટેસ્ટ પોઝિટિવ છે

તેમણે ઉમેર્યું, "હું બધા પ્રોટોકોલોનું પાલન કરીશ અને ઘરે જ ક્વોરન્ટાઈન થઈ જઈશ, તેમજ મારા ચિકિત્સકની સલાહ મુજબ જરૂરી પગલાં લઈશ. કાળજી લો અને સલામત રહેજો." બદ્રીનાથ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. યુસુફે શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. યુસુફ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે જાહેર થયો હતો, જ્યારે સચિન ભારત લિજેન્ડ્સ ટીમનો કેપ્ટન હતો.

આ પણ વાંચો:ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ જૂનિયર થયો કોરોના સંક્રમિત

મોહમ્મદ શમી સંપૂર્ણપણે ફિટ છે અને આઈપીએલ રમવા માટે તૈયાર છે

યુસુફે ટ્વિટર પર લખ્યું કે, "હું હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ છું અને બધી જરૂરી સાવચેતી અને જરૂરી દવાઓ લઈ રહ્યો છું. જે લોકો મારો સંપર્કમાં આવ્યા છે તે દરેકને હું ટેસ્ટ કરાવવા માટે અપીલ કરીશ.

ABOUT THE AUTHOR

...view details