મુંબઇ: આયોજકોએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં અત્યારે સ્વાસ્થ્ય આપાતકાળને જોતા રોડ સેફ્ટીની વિશ્વ સીરિઝની બાકી મેચ 13 માર્ચથી ડી.વાઇ. પાટિલ સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરીમાં રમાશે.
કોરોના ઈફેક્ટ: રોડ સેફ્ટી સીરિઝની બાકીની મેચ દર્શકો વિના રમાશે - રોડ સેફ્ટી ટુનામેન્ટ
સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા મહાન ખિલાડી રમી રહ્યાં છે, તેવી રોડ સેફ્ટી વિશ્વ સીરિઝની મેચ પર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના જોખમના કારણે ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે. આયોજકોએ પુણેના એમ.સી સ્ટેડિયમમાં રમાનારી મેચોને હવે નવી મુંબઇના ડી.વાઇ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. હવે દર્શકો આ મેચો નહીં નિહાળી શકે.
કોરોના ઈફેક્ટ
સુધારેલા કાર્યક્રમની અનુસાર શ્રીલંકા લેજન્ડ્સની ટીમ દક્ષિણ આફ્રિકા લેજન્ડ્સ સામે ટકરાશે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 10 કેસ સામે આવ્યાં છે. જેથી આયોજકોના નિવેદન પ્રમાણે કોરોના વાયરસ અને મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્તોના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝની ત્રીજો તબક્કો 14થી 20 માર્ચ સુધી પુણેમાં રમાનારી હતી. જે હવે ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં ફાઈનલ સહિત બાકી મેચમાં સ્ટેડિયમ ખાલી રહેશે.