નવી દિલ્હી: રોહિત શર્માનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે અને તે આ મુશ્કેલ સમયમાં પણ સકારાત્મક બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોમવારે રોહિતે ફરી એકવાર પર્યાવરણ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો અને વિશ્વ મહાસાગર દિવસ પર દરેકને સમુદ્રો સાફ રાખવાની અપીલ કરી છે.
રોહિતે ટ્વિટર પર લખ્યું કે, વિશ્વ મહાસાગર દિવસી શુભેચ્છાઓ. ચાલો આપણે સમુદ્ર અને પાણીની અંદરના જીવને સ્વસ્થ રાખીએ.
ગત અઠવાડિયે વિશ્વ પર્યાવરણ દિવસે પણ રોહિતે લોકોને પ્રકૃતિની સંભાળ રાખવાની અને આનો આનંદ માણવાની અપીલ કરી હતી.
કોરોના વાઇરસ મહામારીના કારણે રોહિત સહિત તમામ ખેલાડીઓ પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર છે. રોહિત સહિત ઘણા ખેલાડીઓ આ સમયે સોશિયલ મીડિયા પર સમય વિતાવી રહ્યા છે.