મુંબઇઃ હાલના દિવસોમાં કોરોના વાઇરસના કારણે દરેક રમતો બંધ છે. આઇપીએલી સિઝન-13 પણ હાલ બંધ રાખવામાં આવી છે અને હાલની પરિસ્થિતિને જોતા આઈપીએલની સંભાવના નથી.
રોહિત શર્મા કોરોના વાઇરસના કારણે ઘરમાં રહીને સમય પસાર કરતા સમયે પણ લોકોને જાગૃત કરી રહ્યા છે. સાથે લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ એક વીડિયો શેર કરીને મુંબઇ પોલીસના કામના વખાણ કર્યા છે.
રોહિત શર્માએ ટ્વીટ કરી એક વીડિયો શેર કર્યો છે. જેમાં પોલીસ રસ્તા પર ચાલી રહેલી પોલીસને દર્શાવી રહ્યા છે. આ વીડિયો સાથે રોહિતે કેપ્સન પણ લખ્યું કે, ચોવીસ કલાક કામ કરનાર અને મુંબઇના દરેક ભાગને કવર કરનાર મુંબઇ પોલીસ માટે તાળી. એ અમારૂ કામ છે કે આપણે તેમની મદદ કરીએ અને ઘરે રહીએ.
રોહિતે આ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે ઘરમાં બંધ રહેવું કોઇ બહાનું નથી. ઘરમાં રહો ફિટ રહો અને સુરક્ષિત રહો. ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો 10 હજાર સુધી પહોચવા આવ્યો છે, ત્યારે લોકોને ઘરમાં રહેવા અપિલ કરવામાં આવી રહી છે.