- ઓપનિંગમાં વિરાટ કોહલીના આવવા અંગે રોહિત શર્માએ કર્યો ખુલાસો
- મેચમાં રોહિત શર્માએ 64 રનની અને કોહલીએ 80 રનની ઇનિંગ રમી હતી
- કોહલીની તોફાની બેટિંગે સાબિત કર્યું કે, તે પણ સારા ઓપનર બની શકે
અમદાવાદ: ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની ફાઈનલ અને અંતિમ T-20 મેચમાં કેપ્ટન કોહલીને ઓપનિંગમાં આવતા જોઈને મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોહલીની તોફાની બેટિંગે સાબિત કર્યું કે, તે પણ સારા ઓપનર બની શકે છે. બીજી તરફ, તેની સાથે ઓપનિંગમાં ઉતરેલા ટીમના ઓપનર અને ઉપ-કપ્તાન રોહિત શર્માને પણ તેમની સાથે ઓપનિંગ કરીને ખૂબ આનંદ આવ્યો હતો. ઓપનિંગ દરમિયાન રોહિતે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રોહિતે કોહલીની સાથે ઓપનિંગ કરવા અંગે સ્વીકાર્યું કે, જો તે ટીમના હિત માટે હોય તો તેમા કંઈપણ ખોટું નથી.
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત, 36 રને હરાવી સીરિઝ પર કર્યો કબ્જો
બધુ જ કેપ્ટનનાં વિચારવા પર નિર્ભર છે
મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 94 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારીથી ઇંગ્લેન્ડ મેચમાં વાપસી કરી શક્યું ન હતું. રોહિતે 64 રન, તો કોહલી 80 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો. જ્યારે ભારતે 224 રન બનાવીને 36 રનથી મેચ જીતી લીધી હતી. કોહલી સાથે ઓપનિંગ કરીને જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમારા માટે સારી વાત એ છે કે, અમે આ બેટિંગ લાઇન-અપ સાથે મેચ જીતી લીધી છે. મેચમાં બધું જ કેપ્ટનના વિચારવા પર નિર્ભર છે. મને લાગે છે કે, આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે ટીમ માટે શું યોગ્ય છે.