ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં એક સાથે ત્રણ રેકોર્ડ્સ તોડ્યા - આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ

રોહિત શર્મા દુનિયાના પહેલા એવા ખેલાડી બન્યા જેમણે ચાર અલગ-અલગ ટીમ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધા ફોર્મેટમાં સદી કરી હોય. તેમણે આ સદીઓ શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ, દક્ષિણ આફ્રીકા અને ઈન્ગલેંડ વિરુદ્ધ બનાવી હતી.

રોહિત શર્મા
રોહિત શર્મા

By

Published : Feb 14, 2021, 10:39 AM IST

  • રોહિત પહેલા વિરેન્દ્ર સેહવાગના નામે હતાં રેકોર્ડ્સ
  • ભારતમાં 200 સિક્સ લગાવનારા પ્રથન ખેલાડી બન્યા રોહિત શર્મા
  • 123 ઈનિંગ્સમાં 200 સિક્સ લગાવી સર્જ્યો રેકોર્ડ

હૈદરાબાદ: ચેન્નઈમાં ભારત અને ઈન્ગલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ અદ્ભૂત બેટીંગ કરીને પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી લગાવી. મેચના પહેલા દિવસે શર્માએ માત્ર 231 બોલમાં 161 રન બનાવ્યા હતાં. તેમણે 18 ફોર અને 2 સિક્સ માર્યા. શરૂઆતમાં નિરસ જણાતા રોહિત બીજી મેચમાં ઉત્સાહિત દેખાયા હતાં.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માએ લગાવી ચોથી સદી

તેણે માત્ર 128 બોલમાં 100 રન પૂર્ણ કર્યા હતાં અને તેને બેટીંગ કરતા જોઈ એમ લાગી રહ્યું હતું કે, તે કદાચ 200 રન પણ બનાવે. પરંતુ દુર્ભાગ્યે તેઓ માત્ર 161 રન પર આઉટ થઈ ગયા હતાં. અદ્ભૂત રીતે સદી પૂર્ણ કરીને તેમણે એક પછી એક ઘણા રેકોર્ડસ તોડી નાખ્યા હતાં. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માની આ ચોથી સદી છે, તેમણે બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ અને બાબર આઝમને પાછળ છોડ્યા હતાં. તેમણે ચોથી વખત ટેસ્ટ ફોર્મેટમાં 150+ રન બનાવ્યા છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે 6 વાર સદીઓ કરી છે.

  • રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ગ્રાઉન્ડ પર 200 સિક્સ મારી છે. તેઓ ભારતમાં 200 સિક્સ લગાવનારા પ્રથન ખેલાડી બન્યા છે.

ભારતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવનારા ખેલાડીઓ-

  • રોહિત શર્મા- 200*
  • મહેન્દ્ર સિંહ ધોની- 186
  • યુવરાજ સિંહ- 113
  • વિરેન્દ્ર સેહવાગ- 111
  • વિરાટ કોહલી- 110
  • સચિન તેંદુલકર- 107
  • હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઝડપી 200 સિક્સ લગાવનારા ખેલાડી પણ બન્યા રોહિત. તેમણે 123 ઈનિંગ્સમાં 200 સિક્સ લગાવ્યા. રોહિત પહેલા આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટીલના નામ પર હતો.

હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઝડપી 200 સિક્સ લગાવનારા ખેલાડી

  • રોહિત શર્મા -123 ઈનિંગ્સ*
  • માર્ટિન ગુપ્ટીલ- 161 ઈનિંગ્સ
  • બ્રેંડન મૈકુલમ - 192 ઈનિંગ્સ
  • ક્રિસ ગેલ- 217 ઈનિંગ્સ
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે આ 11મી તક હતી, જ્યારે રોહિતે 150+ રન બનાવ્યા હોય.

ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 150+ બનાવનાર ખેલાડીઓ-

  • વિરેન્દ્ર સેહવાગ - 16
  • ક્રિસ ગેલ - 12
  • રોહિત શર્મા- 11 *
  • એલિસ્ટર કૂક - 11

ભારતીય ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતની આ 35મી સદી છે અને તેણે સુનિલ ગાવસ્કર (34)ના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. સૌથી આગળ સચિન તેંડુલકર (45)નું નામ આવે છે.

ABOUT THE AUTHOR

...view details