ગુજરાત

gujarat

ETV Bharat / sports

રૈનાએ કહી મોટી વાત, રોહિત જ છે હવે પછીના ધોની! - રોહિત જ છે હવે પછીના ધોની

સુરેશ રૈનાએ કહ્યું કે, રોહિત ટીમ ઈન્ડિયાના હવે પછીના ધોની હોઈ શકે છે. કારણ કે, તે પૂર્વ કૅપ્ટનની જેમ દરેક ખેલાડીની વાત સાંભળે છે. તેમણે કહ્યું હતું કે, રોહિત શર્મા ખુદ કૅપ્ટન તરીકે પડકારોનો સામનો કરે છે અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સારું રાખે છે. વધુમાં જણાવીએ કે, રોહિત શર્માએ 10 વન-ડેમાં ભારતની કૅપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 8 માં જીત મેળવી છે.

ોલમિ
સ્મસ

By

Published : Jul 29, 2020, 2:07 PM IST

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું કદ હજી એટલું ઉંચું છે કે, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ તેની સામે ટક્યા નથી. આવી સ્થિતિમાં ધોનીની નિવૃત્તિના કારણે ઘણા ચાહકો નિરાશ થઇ ગયા હતા.

ટીમ ઈન્ડિયાને ધોનીની જરુરત જ નહીં પણ આદત થઇ ગઇ હતી, અને હોય પણ કેમ નહીં તેમણે 2011 વર્લ્ડ ચૅમ્પિયન, 2007 ટી 20 વર્લ્ડ ચૅમ્પિયન, 2013 ચૅમ્પિયન્સ ટ્રોફી અને ટેસ્ટમાં નંબર વન ટીમ બનાવવા પર દરેક જગ્યાએ ધોનીના કિસ્સાઓ મશહૂર છે.

હવે તે દિવસ આવવાનો છે, જ્યારે મહેન્દ્રસિંહ ધોની વિશ્વ ક્રિકેટને અલવિદા કહેશે. પરંતુ આવી સ્થિતિમાં તેની અછત કોણ પુરી કરશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાના ભાગરૂપે સુરેશ રૈનાએ બધાની સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના આગામી ધોની રોહિત હોઈ શકે છે, કારણ કે ભૂતપૂર્વ કૅપ્ટન જેવા દરેક ખેલાડીની વાત સાંભળે તેવું બીજું કોઈ નથી.

આ બૅટ્સમેનનું માનવું છે કે, રોહિતમાં કૅપ્ટન તરીકેના બધા ગુણો છે. તે શાંત રહે છે, અન્ય ખેલાડીઓનું સાંભળવાનું પસંદ કરે છે અને હંમેશા તેમનો આત્મવિશ્વાસ વધારે છે. સૌથી મોટી વાત એ છે કે, કૅપ્ટન તરીકે તે પોતે આગળ આવે છે અને નેતૃત્વ કરે છે. જ્યારે તમારા કપ્તાન પોતે આગળ આવે છે અને પડકારોનો સામનો કરે છે અને તે જ સમયે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છેે, પછી એક ટીમ તરીકે તમારી પાસે બધું છે.

ABOUT THE AUTHOR

...view details