વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 ખેલાડીઓની ટીમમાંથી રિષભ પંતને બહાર રાખવામાં આવ્યો હતો અને દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી. જો કે, આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઈંગ્લેન્ડ જવા માટે રિષભ પંતને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
ધવનની જગ્યા લેશે રિષભ પંત, ઈંગ્લેન્ડ જવા રવાના - gujarat
સ્પોર્ટ્સ ડેસ્કઃ સૂત્રોનું માનીએ તો, બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંતને ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે, BCCI દ્વારા હજુ આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ધવનની જગ્યા લેશે રિષભ પંત
ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલના બોલ પર ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના પગલે ધવનને 3 અઠવાડિયા માટે ટૂર્નામેન્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જેને પગલે ધવન ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને સ્થાન મળી શકે છે.