પંતે ધોની સાથેના ફોટોઝ શેર કર્યા હતા. તેમજ પંતે ફોટોના કેપ્શનમાં લખ્યું કે, 'ગુડ વાઈબ્ઝ ઓન્લી'. આ ફોટોઝ ધોનીના ઘરના છે. આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં માહી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં દેખાયા હતાં. ભારતે તે મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને એક ઇનિંગ અને 202 રનથી હરાવી હતી.
ધોનીને મળવા પહોંચ્યો પંત, રીષભે ફોટો શેર કરી લખ્યું 'ગુડ વાઈબ્ઝ ઓન્લી' - Sports news
રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર બેટ્સમેન રીષભ પંત હાલ રાંચીમાં છે. તેઓ ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીને મળવા તેમના ઘરે પણ ગયા હતા અને રીષભે બંનેની મુલાકાતને લઇને કેટલીક પોસ્ટ પણ શેર કરી હતી.
rishabh pant visited ms dhoni in ranchi
ઉલ્લેખનીય છે કે, હવે ભારતે આગામી સીરિઝ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાની છે. જેમાં ભારતીય સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે. તેમાં માહીનું નામ નથી. આ અંગે પ્રસાદે કહ્યું કે, યંગસ્ટર્સ ખેલાડીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેથી પંતને ટીમમાં સ્થાન મળ્યું છે.