ગુજરાત

gujarat

ETV Bharat / sports

રિકી પોન્ટિંગે આ બોલરની ઓવરને દર્શાવી કરિયરની બેસ્ટ ઓવર - પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રીયુ ફ્લિનટોફ

2005ની એશીઝ સીરીઝ સમયે ફ્લિનટોફે પોન્ટિંગને હેરાન પરેશાન કર્યો હતો. ફ્લિનટોફે ફેંકેલી ઓવરમાં પોન્ટિંગનો દબદબો જોવા મળતો નથી.

રિકી પોન્ટિંગે આ બોલરની ઓવરને દર્શાવી કરિયરની બેસ્ટ ઓવર
રિકી પોન્ટિંગે આ બોલરની ઓવરને દર્શાવી કરિયરની બેસ્ટ ઓવર

By

Published : Apr 10, 2020, 6:43 PM IST

મેલબર્ન : ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, એજબેસ્ટનમાં 2005માં રમાયેલી એશીઝ સમયે ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રીયુ ફ્લિનટોફ દ્વારા ફેકેલી ઓવર તેના કરિયરની સૌથી બેસ્ટ ઓવર હતી. જેનો તેને સામનો કર્યો હતો.

આ મેચમાં ફ્લિનટોફે પોન્ટિંગને બોલ વડે હેરાન કર્યો હતો. પોન્ટિંગ આ ઓવરમાં સહેજ પણ તકનીક દેખાડી શક્યો નહતો. ફ્લિનટોફે પોન્ટિંગને ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો હતો. આ વચ્ચે સંયોગની વાત તો એ છે કે, ફ્લિનટોફે તે ઓવરમાં એક નો બોલ પણ ફેંક્યો હતો. જેના પગલે તે ઓવરમાં આઉટ થયેલો બોલ સાતમો હતો.

ઇંગ્લેન્ડ ક્રિકેટે તે ઓવરનો વીડિયો પણ ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. ઇંગ્લેન્ડે તે મેચની પ્રથમ ઇનિંગ્સમાં 407 રન ફટકાર્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 308 રન ફટકાર્યા હતા. આ તકે ઇગ્લેન્ડને 99 રનની લીડ પ્રાપ્ત થઇ હતી. બીજી ઇનિંગ્સમાં ઇગ્લેન્ડે 182 રન ફટકાર્યા હતા. જેમાં કાંગારુઓને 282 રનનો લક્ષ્ય મળ્યો હતો.

મેચ જીત્યા બાદ જશ્ન મનાવતો ફ્લિન્ટોફ

ફ્લિનટોફ આ મેચને પોતાના તરફ ખેંચી લાવ્યો હતો. તેને મેચની બંને ઇનિંગ્સમાં અર્ધ શતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને બોલિંગમાં પણ કમાલ સર્જી સાત વિકેટ લીધી હતી. જેના લીધે ઇગ્લેન્ડે આ મેચમાં 2 રનથી જીત હાંસલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details