મુંબઇઃ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન AB ડિવિલિયર્સએ બુધવારના રોજ આ સમાચારને ખોટા હોવાનું જણાવ્યું છે. જેમાં તેમને દક્ષિણ આફ્રિકા ટીમની કેપ્ટન બનાવવાની વાત કરવામાં આવી હતી. એક ટીવી ચેનલે આ સમાચાર ચલાવ્યા હતા.
એબી ડિવિલિયર્સએ ટ્વીટ કરીને લખ્યું કે, આ સમાચાર જેમાં કહેવામાં આવ્યું કે, ક્રિકેટ દક્ષિણ આફ્રીકા(CSA)એ મને ટીમની કેપ્ટનશીપનો પ્રસ્તાવ આપ્યો છે, તે સમાચાર ખોટા સમાચાર છે. હાલના સમયમાં કોઇ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, હાલના સમયમાં દરેક લોકો સુરક્ષીત રહે.