નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઑલરાઉંડર રવિન્દ્વ જોડજા લોકડાઉનના દરમિયાન પોતાની બોડીને ફિટ રાખી રહ્યો છે. ટ્વિટર પર જાડેજાએ વીડિયો પોસ્ટ કરી કેપ્શન આપ્યું હતું કે, "રનિંગ ઈસ માઈ સ્ટ્રેન્થ, પરફેક્ટ ટાઈમ ટુ રિપેર માઈ બોડી".
આ વીડિયોમાં જાડેજા પોતાના ઘરે ટ્રેડમીલ પર બ્લેક સોર્ટસ પહેરી રનિંગ કરતો જોવા મળી રહ્યો છે.
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસની મહામારી ફેલાઈ છે, ત્યારે તમામ સ્પોર્ટિંગ ઈવેન્ટસ રદ અથવા તો મોકૂફ રાખવામાં આવી છે. ભારતમા રમાનારી IPL-13ને પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જાડેજા IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા અને સાવચેતી રાખવા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બીજા સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. એટલે કે લગભગ ત્રણ
અઠવાડિયા જેટલું, જો આપણે આગામી 21 દિવસ લોકડાઉનનું પાલન નહીં કરીએ તો 21 વર્ષ પાછળ ધકેલાઈ જઈશું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર,ભારતમાં કોરના વાઈરસના કેસોની સંખ્યા વધીને 724 થઈ છે, જેમાં હાલ 640 સક્રિય કેસ છે, 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યોરે 17 લોકોના મૃત્યુ થયા છે.