રવિચંદ્ર અશ્વિને ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા અંગે જણાવ્યું હતું કે, "મારો જન્મ 1986માં થયો. એના થોડાક જ વર્ષ પહેલાં ભારતે 1983માં વિશ્વકપ જીત્યો હતો. મારા પિતા ક્રિકેટ પ્રેમી હતા. તે પોતે પણ ક્રિકેટ રમતા હતા. પરંતુ કોઈ કારણસર તે ક્રિકેટમાં આગળ વધી ન શક્યાં. એટલાં માટે મને લાગ્યું કે ક્રિકેટમાં જોડાવવું ઘણું અઘરું છે."
ક્રિકેટ જગતમાં પ્રવેશ વિશે અશ્વિને કહ્યું હતું કે, "જ્યારે હું ટીવી પર મેચ જોતો હતો , ત્યારે પિતાને પૂછતો કે, હું ઈન્ડિયા માટે ક્યારે રમી શકીશ? ત્યારે તેઓ કંઈ ન બોલતાં."
એક ઉમદા બોલર તરીકે પોતાની અગલ ઓળખ ઉભી કરવા વિશે અશ્વિને જણાવ્યું કે, "સાચું કહું જ્યારે મને લાગ્યું કે હું રમી શકું છું, ત્યારે મારું સપનું ફક્ત એટલું હતું કે, હું ભારતીય ટીમનું ટી-શર્ટ પહેરું."