- અમદાવાદની અપોલો હોસ્પિટલમાં રવિ શાસ્ત્રીએ મુકાવી કોરોના વેક્સિન
- રવિ શાસ્ત્રીએ કાન્તાબેન અને અપોલોના ડૉક્ટર્સ ટીમની કરી પ્રશંસા
- રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિન લેતા વખતનો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર
અમદાવાદઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સવારે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓ કોરોના વેક્સિનનો ડોઝ મુકાવવા અમદાવાદની અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. રસી લીધા બાદ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, હું કાન્તાબેન અને તેમની અપોલોની ટીમથી ખૂબ જ પ્રભાવિત થયો છું. આ સાથે જ રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર વેક્સિન લેતા સમયનો ફોટો પણ શેર કર્યો હતો. રવિ શાસ્ત્રીએ ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.