- ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી
- રવિ શાસ્ત્રીની રોહિત શર્માને સલાહ
- ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ટીમમાં રોહિતનું નામ નહીં
દુબઇ: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીએ ઓપનર રોહિત શર્માને વાપસી કરવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપતા કહ્યું કે, તેમના મેડિકલ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેને ફરીથી ઈજા થવાનો ભય છે.
IPL દરમિયાન રોહિતને સ્નાયુમાં તણાવ આવી ગયો હતો
UAEમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન રોહિતને સ્નાયુમાં તણાવ આવી ગયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ રહેલી ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. જોકે, તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેની ફિટનેસને લઈને અટકળો થઈ રહી હતી.
શાસ્ત્રીએ કહ્યું કે રોહિતને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય પસંદગીકારોએ તેનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ લીધો હતો.
BCCIની મેડિકલ ટીમ દ્વારા રોહિત પર નજર
તેમણે કહ્યું, "BCCIની મેડિકલ ટીમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. અમે આમાં સામેલ નથી. તેઓએ પસંદગીકારોને રિપોર્ટ સોંપ્યો છે અને તેઓ તેમના કામને સારી રીતે જાણે છે."