ગુજરાત

gujarat

ETV Bharat / sports

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ રવિ શાસ્ત્રીએ શું કહ્યું.. - Ravi Shashtri

કોલકાતા: ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતની ધમાકેદાર જીત બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ભારતીય બોલિંગ યુનિટ ખૂબ જ ખતરનાક છે. કારણ કે બોલરોએ સાથે મળીને વિકેટ ઝડપે છે. ઈડન ગાર્ડન્સમાં ઐતિહાસિક પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને 46 રનથી હરાવીને ભારતે 12 મી ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી.

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી

By

Published : Nov 24, 2019, 10:22 PM IST

ઇશાંત શર્મા (78 રને નવ વિકેટ), ઉમેશ યાદવ ( 82 રનમાં આઠ વિકેટ) અને મોહમ્મદ શમી ( 78 રન પર આપીને બે વિકેટ) એમ તમામે પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું.

Day And Night Test

ઈડન ગાર્ડન્સમાં ભારતની સરળ જીત પછી શાસ્ત્રીએ કહ્યું, 'તે શિસ્ત અને જીતવાની ભૂખને કારણે છે. તેઓ સમજે છે કે, એકબીજાને ટેકો આપવો અને સાથે બોલિંગ કરવું કેટલું મહત્વનું છે. આ રીતે તમે દબાણ બનાવી શકો છો અને વિકેટ મેળવી શકો છો. ભારતીય ટીમના ખેલાડીઓ જાણે છે કે, તેઓ કદાચ વિશ્વની શ્રેષ્ઠ ટીમ છે.

Day And Night Test

શાસ્ત્રીએ કહ્યું કે, ભારતના વર્તમાન ફાસ્ટ બોલરોએ સખત મહેનત કરી છે. તેમણે કહ્યું, ‘તેઓ થોડા સમય માટે સાથે હતા અને તેઓ જાણે છે કે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. વ્યક્તિગત ખેલાડીઓ મેચ જીતી શકતા નથી અને તેઓ આ જાણે છે.

ભારતીય કોચે બાંગ્લાદેશને સલાહ પણ આપી હતી કે, જો તેઓ વિદેશમાં સફળ થવું હોય તો ભારત જેવા મજબૂત ઝડપી બોલિંગની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details