રાજકોટ: રણજી ટ્રોફી ફાઈનલ મેચમાં ત્રીજા દિવસે સૌરાષ્ટ્રે બીજા દિવસના સ્કોર 384/8માં કુલ 41 રન જ જોડ્યા હતા. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકરે 35 બોલમાં 20 બનાવ્યા હતાં. બીજા દિવસની રમત સમાપ્ત થતા સૌરાષ્ટ્રે 8 વિકેટે 384 રન બનાવ્યા હતાં. જેમાં અર્પિત વાસવડા (106) ચેતેશ્વર પૂજારા (66) શાનદાર ઇનિંગ રમી હતી. સૌરાષ્ટ્રે પ્રથમ દિવસે પાંચ વિકેટે 206 બનાવ્યાં હતાં.
રણજી ટ્રોફી ફાઈનલ: સૌરાષ્ટ્રની પ્રથમ ઈનિંગમાં 425 રન, આકાશે 4 વિકેટ લીધી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટમાં સૌરાષ્ટ્ર અને બંગાળની વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ રમાઇ રહી છે. આજે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ 425 રને ઓલ આઉટ થઇ હતી. સૌરાષ્ટ્રના તરફથી અર્પિત વાસવદાએ સર્વાધિક 106 રન બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારા 66 રન બનાવ્યાં હતાં.
સૌરાષ્ટ્રે પહેલા દિવસે 206/5થી રમવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ એકમાત્ર નોટઆઉટ ખેલાડી અર્પિતે 29 રન બનાવીને આગળ રમવાનું શરૂ કર્યું હતું. જેની સાથે બેટિંગ કરવા માટે અનુભવી બેસ્ટમેન ચેતેશ્વર પૂજારા મેદાનમાં ઉતર્યા હતાં. પૂજારાએ 66 રન બનાવ્યા હતાં. તેમણે પોતાની ઈનિંગની શરૂઆત 5 રનથી કરી હતી.
પૂજારા અને અર્પિતે 142 રનની ભાગીદારી કરી હતી. જે દરમિયાન અર્પિતે શતક અને પૂજારાએ અર્ધશતક ફટકાર્યુ હતું. અર્પિતે 287 બોલ પર 11 ચોગ્ગા અને પૂજારાએ પ્રથમ શ્રેણીમાં 60મી અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 237 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતાં. બંગાળની ટીમ તરફથી આકાશદીપે 4 વિકેટ ઝડપી હતી અને શાહબાદ અહમદે 3, મુકેશ કુમાર અને ઈશાન પોરેલે 1 વિકેટ ઝડપી હતી.