ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs SA: વરસાદને કારણે ધર્મશાલામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ - ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. સતત વરસાદના કારણે ધર્મશાલામાં રમાનાર મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

IND vs SA: વરસાદને કારણે ધર્મશાળામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ્દ
IND vs SA: વરસાદને કારણે ધર્મશાળામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ્દ

By

Published : Mar 12, 2020, 6:31 PM IST

ધર્મશાલાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ધર્મશાલા મેદાન પર દિવસભર વરસાદ ચાલું રહ્યો હતો. આખરે અમ્પાયરોએ સાંજે 5 કલાક સુધીની રાહ જોઈ હતી. જેથી 20-20 ઓવરની મેચ રમી શકાય. પરંતુ સાડા ચાર કલાક રાહ જોયા બાદ પણ વાદળો ન હટ્યા અને મેદાન પર કવરોથી ઢંકાયેલું હતું. અમ્પાયરોએ સ્થિતિનું નિરીક્ષણ કર્યાં બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે. બુધવારે શ્રેણીની ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળા ખાતે 3 વન ડે સીરીઝની પહેલી મેચ યોજાવવાની હતી. પરંતુ ધર્મશાળાના મેદાન પર વરસાદના કારણે શ્રેણીની પહેલી જ મેચ રદ કરી દેવામાં આવી છે. અગાઉ વરસાદના કારણે મેદાન ભીનું થઈ જતા ટોસમાં મોડું થયુ હતું. આખરે ટોસ પણ ના થઈ શક્યો હતો. આખરે વરસાદ ના અટકતા આખરે મેચ જ રદ કરી દેવામાં આવી છે.


ખાસ વાત એ છે આ મેદાન ઉપર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ પહેલાનો મુકાબલો પણ વરસાદના કારણે રદ થયો હતો. 15 સપ્ટેમ્બર 2019ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચની પ્રથમ ટી-20 મેચ ધર્મશાલામાં રમાઈ હતી. જે વરસાદના કારણે રદ થઈ હતી.

જ્યારે બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પણ આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વીપ થઈ હતી. તેથી તે પણ પૂરજોશ મેદાન ઉતરવા તૈયાર છે. પરંતુ વરસાદનું વિઘ્ન નડ્યું હતું.

ટીમની વાત કરીએ તો ટીમ ઇન્ડિયામાં આ સીરીઝમાં ઘણા સમયથી બહાર શિખર ધનવ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાને તક આપવામાં આવી હતી. ઉપરાંત નવદિપ સૈની અને યુવા ખેલાડી શુબમન ગિલને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ - શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શુભમન ગિલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, ઋષભ પંત. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ.

દક્ષિણ આફ્રિકાની ટીમ - ક્વિન્ટોન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, રેસી વાન ડેર ડુસૈ, ફાફ ડુ પ્લેસિસ, કાઇલ વેરીને, હેનરિક ક્લાસેન, યાનેમન મલાન, ડેવિડ મિલર, સ્મટ્સ, એંડિલે ફેલુકવાયો, લુંગી એનગિડી, લૂથો સિપામલા, એનરિક નોર્ટજે, બ્યુરોન હેંડ્રિંક્સ, જોર્ડ લિંડે, કેશવ મહારાજ.

ABOUT THE AUTHOR

...view details