MPCAના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ દ્રવિડ વિરુદ્ધ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ તરીકે હાલની ભૂમિકા અને ઈન્ડિયા સિમેન્ટના કર્મચારી હોવા તરીકે હિતના ટકરાવ થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જૈને કહ્યું કે, 'સુનાવણી પૂર્ણ થઈ છે, હવે આ મુદ્દે નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે'
રાહુલ દ્રવિડના હિતોના ટકરાવ મુદ્દે જલ્દી આવી શકે છે નિર્ણય
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડના હિતના ટકરાવ અંગેની સુનાવણી મંગળવારના રોજ સમાપ્ત થઈ અને BCCIના કન્ડક્ટ અધિકારી ડી.કે. જૈને કહ્યું કે, સુનાવણી પૂર્ણ થઈ છે, હવે આ મુદ્દે નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે.
Rahul dravid may soon decide on the issue of conflict of interest
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડે 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં થયેલી વ્યક્તિગત સુનાવણીમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. જો કે, કન્ડક્ટ અધિકારીએ સોમવારના રોજ બીજી વખત દ્રવિડને આવવાનું કહ્યુ.
NCAના પ્રમુખની રજૂઆત તેમના વકીલ દ્વારા કરવામાં આવી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું કે, "BCCIના વકીલ અને ફરિયાદી ગુપ્તાના પક્ષને પણ સાંભળવામાં આવ્યા"