ગુજરાત

gujarat

ETV Bharat / sports

હાર્દિક પંડ્યાને 'કોફી વિવાદ' યાદ આવ્યો, કહ્યું- અમે લીધો હતો એક મહિનાનો વિરામ - ચેટ શો

ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિકે પંડયાએ કહ્યું કે, તેને સૌથી વધારે ખરાબ ત્યારે લાગ્યું જ્યારે મારા કામને કારણે મારા કુટુંબને સમસ્યા ઉભી થઇ, અને તે હું સહન કરી શક્તો નથી.

Hardik
હાર્દિકે પંડયા

By

Published : Jun 6, 2020, 9:31 AM IST

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફરી એકવાર ચેટ શો વિવાદને યાદ કર્યો છે. જેના કારણે તેની જ નહીં તેની ટીમના સાથી લોકેશ રાહુલની કારકિર્દી ઉપર પણ અસર પડી હતી. આ બંનેને ઓસ્ટ્રેલિયન પ્રવાસના મધ્યમાંથી જ પાછા બોલાવવામાં આવ્યા હતા. તે બંનેએ જાણીતા ફિલ્મ નિર્દશક કરણ જોહરના ચેટ શો પર મહિલાઓ પર ખોટી ટિપ્પણી કરી હતી.

હાર્દિકે પંડયા

હાર્દિકે કહ્યું કે, તે બંનેએ શો બાદ બ્રેક લઇ લીધો હતો. કારણ કે, શો બાદ દબાણ વધી ગયું હતું. આ સાથે તેમણે કહ્યું કે, ત્યારથી તેમની અને રાહુલની દોસ્તી ઘણી વધી ગઇ છે. હવે તે ભાઇ સમાન બની ગયા છે.

તેણે વધુમાં જણાવ્યું કે, જો હું ક્રિકેટમાં મારી ભૂલ સ્વીકારતો નથી, તો હું તે ભૂલ ફરીથી કરીશ. હું બસ મારી ભૂલ સ્વીકારીને આગળ વધવા માગુ છું. તેમણે કહ્યું કે, મારા પિતાને પણ ગાળો આપવામાં આવી. તેણે ઇન્ટરવ્યુ આપ્યા અને લોકોએ તેની મજાક ઉડાવી. મને સૌથી વધુ ખરાબ ત્યારે લાગ્યું જ્યારે મારા કામને કારણે મારા કુટુંબને સમસ્યા ઉભી થઇ, અને તે હું સહન કરી શક્તો નથી.

ABOUT THE AUTHOR

...view details