ગુજરાત

gujarat

ETV Bharat / sports

આફ્રિકા ક્રિકેટમાં 'વંશીય વિભાજન': કેટલાક આફ્રિકન ક્રિકેટર્સે #BLMને આપ્યું સમર્થન

આફ્રિકન ક્રિકેટર્સે એક પત્રમાં કહ્યું કે, 'અમે લુંગી એનગિડીને પોતાના વિચારને વ્યક્ત કરતા તેમની ટીકા થતી જોઇ છે, પરંતુ અમને આશા છે કે CSA અને સાથી ક્રિકેટરોની સાથે વર્તમાન અને ભવિષ્યમાં #BLMના સમર્થનમાં મજબૂતી સાથે સામે આવશે.

આફ્રીકા ક્રિકેટમાં 'વંશીય વિભાજન': કેટલાક ક્રિકેટરોએ #BLMને આપ્યું સમર્થન
આફ્રીકા ક્રિકેટમાં 'વંશીય વિભાજન': કેટલાક ક્રિકેટરોએ #BLMને આપ્યું સમર્થન

By

Published : Jul 15, 2020, 1:14 PM IST

કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકી ક્રિકેટમાં 'વંશીય વિભાજન'નો ખુલાસો થયો છે. જેમાં આંતરરાષ્ટ્રીય દક્ષિણ આફ્રિકાનો ખેલાડી લુંગી એનગિડી દ્વારા બ્લેક લાઇવ્સ મેટર આંદોલના સમર્થનમાં એક પત્ર પર સહી કરી છે. જેની યાદીમાં કુલ 31 ખેલાડીઓના નામ છે. આ યાદીમાં મખાયા એન્ટિની, વર્નોન ફિલેન્ડર, જેપી ડુમિની અને હર્શલ ગિબ્સ પણ સામેલ છે.

પત્રમાં પાંચ કોચ દ્વારા પણ સહી કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ફીલ્ડિંગ કોચ જસ્ટિન ઓટોંગનું નામ પણ સામેલ છે. એક વેબસાઇટના રિપોર્ટ મુજબ, આ પત્ર એક સામૂહિક પ્રયાસ છે, જેનો ઉદેશ્ય દુનિયામાં વંશીય વિરોધી અભિયાનોમાં સાથ આપવો છે. પત્રમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા અને વાઇટ ક્રિકેટર્સ પાસેથી બ્લેક લાઇવ્સ મેટર આંદોલનમાં સમર્થન આપવાની વિનંતી કરી છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'અમે #BlackLivesMatter નું સમર્થન કરવા લુંગી એનગિડીની સાથે છીએ અને તેના માટે પોતાનું સમર્થન પણ આપીએ છીએ. ક્રિકેટર્સે પત્રમાં કહ્યું કે, 'અમે લુંગી એનગિડીને પોતાના વિચારને વ્યક્ત કરતા તેમની ટીકા થતી જોઇ છે, પરંતુ અમને આશા છે કે CSA અને સાથી ક્રિકેટર્સની સાથે વર્તમાન અને ભૂતકાળમાં બંને #BLMના સમર્થનમાં મજબૂતી સાથે સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, એક આફ્રિકી-અમેરિકી વ્યક્તિ જોર્જ ફ્લોયડના મોત બાદ બ્લેક લાઇવ્સ મેટર આંદોલન સામે આવ્યું છે. આ ઘટના કંઇક એવી છે કે, પોલીસ અધિકારીએ જોર્જની ગર્દન પર ઘુટન રાખી દીધું હતું, જેના પગલે જોર્જનું મોત નિપજ્યું હતું, ત્યારથી આ આંદોલન છેડાયું છે.

ABOUT THE AUTHOR

...view details